બનાસડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ : ભાવ વધારો થતા પશુપાલકોમાં આનંદની લાગણી

- Advertisement -
Share

આજે બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. કોરોના મહામારીના કારણે આ સાધારણ સભા વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવી હતી. જેમાં આજે બનાસ ડેરીએ પશુપાલકો માટે 14.18 ટકા જેટલો ભાવ વધારો આપતા પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ છે. આ ભાવ વધારાના કારણે બનાસડેરીના પશુપાલકોને 1132 કરોડ રૂપિયા ભાવ વધારાના મળશે.

[google_ad]

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે વાર્ષિક સાધારણ સભા યોજાઈ. વાર્ષિક સાધારણ સભાને લઈને પશુપાલકો વધુ ભાવ વધારો મળશે તે માટે મીટ માંડીને બેઠા હતા. જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી વાર્ષિક સાધારણ સભામાં અનેક જાહેરાત કરવામાં આવી હતી જેમાં બનાસ ડેરીએ પશુપાલકો માટે 14.18 ટકા જેટલો માતબર ભાવ ફેર આપી કોરોના મહામારી વચ્ચે પણ પશુપાલકોને રાહત આપી છે.

[google_ad]

બનાસ ડેરીનો સણાદર ખાતેનો નવો પ્લાન્ટ ડિસેમ્બર સુધી કાર્યરત થઈ જશે. જ્યારે બનાસ ડેરી નવો FPO બનાવી કૃષિપેદાશોનું વેલ્યુએડીશન કરશે. જ્યારે મંડળી અને ડેરીફ પાછળ વર્ષે થતાં 200 કરોડનો ખર્ચ ઘટાડવા બનાસ ડેરી સહકારી ધોરણે વીજળી ઉત્તપન્ન કરશે. બનાસકાંઠામાં ઉત્પાદન થતાં બટાકાની પ્રોસેસિંગ વેરાયટી બનાવી તેને બજારમાં મુકવામાં આવશે.

[google_ad]

બનાસ ડેરીની સાધારણ સભામાં મહત્વની જાહેરાત :-

– બનાસ ડેરી દર વર્ષે 833 કરોડ રૂપિયા દર મહિને પશુપાલકોના ખાતામાં જમા કરે છે.

– બનાસ ડેરીની મૂડી 790 કરોડ થઈ

– દૂધની આવકના 82.28 ટકા નાણાં પશુપાલકોને પરત

– બનાસ ડેરીની 2941 મિલકત થઈ

[google_ad]

– બનાસ ડેરીનું શેર ભંડોળ 373 કરોડ થયું

– બનાસ ડેરીએ પશુપાલકોને કોરોના મહામારી વચ્ચે 818 રૂપિયા ભાવફેર આપ્યો જે ગત વર્ષે 812 હતો

– બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 12,983 કરોડ થયું

– પશુપાલકોને 1132 કરોડ એટલે કે 14.18 ટકા ભાવફેર આપવામાં આવશે

[google_ad]

આજે મળેલી સાધારણ સભામાં બનાસ ડેરીએ પશુપાલકો માટે કરેલા ભાવ વધારાથી પશુપાલકો આનંદીત જણાતા હતા. પશુપાલકોનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે પણ બનાસડેરી દ્વારા પશુપાલકો માટે આટલા મોટા ભાવ વધારાની જાહેરાત થતા પશુપાલકોને રાહત થશે બનાસડેરી ન માત્ર દૂધ જ પરંતુ હવે અન્ય પ્રોડક્ટ બનાવી ખેડૂતો પોષણક્ષણ ભાવ આપી રહી છે.

[google_ad]

 

બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે. તેમાં પણ બનાસ ડેરી જિલ્લાની જીવાદોરી છે. આજે મળેલી સાધારણ સભામાં બનાસ ડેરીનો વિકાસ અને તે વચ્ચે મળેલા માતબર ભાવ ફેરના કારણે જિલ્લાના પશુપાલકો આનંદિત થયા હતા.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!