બનાસકાંઠામાં ઓમીક્રોન કેસની એન્ટ્રી : ડીસામાં પ્રથમ સામે આવ્યો ઓમીક્રોન પોઝિટિવ કેસ

Share

ડીસામાં 25 તારીખે ડીસાનો યુવક લન્ડનથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યો હતો જ્યાં તેનો આર.ટી.સી.આર રિપોર્ટ કરાતા તેને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું જે બાદ ડીસાના યુવકને એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે બાદ આજે આ યુવકનો ઓમીક્રોન પોઝીટીવ હોવાનું સામે આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ.

પ્રતીકાત્મક તસ્વીર

સમગ્ર ગુજરાતમાં કોરોનાના ફરી કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ ઓમીક્રોન વાયરસના પણ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડીસા ખાતે આવેલ પિંક સીટી ખાતે રહેતા હર્ષ પરમાનંદ શર્મા ઉંમર 29 વર્ષ જે 25 તારીખે લંડનથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા તેનો આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરાવતા તેનો કોરોના પોઝીટીવ સામે આવ્યો તેમજ ઓમીક્રોનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

પ્રતીકાત્મક તસ્વીર

જે બાદ તેને કોરોના પોઝીટીવ હોવાથી તેને તાત્કાલિક એબ્યુલન્સ મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેના સેમ્પલને જીનોમ સિક્વન્સમાં મોકલતા આજે હર્ષ પરમાનંદ શર્મા ઓમીક્રોન પોઝીટીવ હોવાનો થયો સામે આવ્યો છે.

પ્રતીકાત્મક તસ્વીર

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે પ્રથમ ઓમીક્રોન પોઝીટીવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તાત્કાલિક ડીસા સિવિલ ખાતે દોડી આવ્યું હતું. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન પોઝીટીવ કેસ સામે આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ છવાયો છે.

 

 

From – Banaskantha Update


Share