સૂઇગામના નડાબેટ નજીક આવેલી પાકિસ્તાન બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહેલા શખ્સને બી.એસ.એફ. ના જવાનોએ ઝડપ્યો

- Advertisement -
Share

ઝડપાયેલા શખ્સની બી.એસ.એફ. દ્વારા પૂછપરછ હાથ ધરાઇ છે

 

ગુજરાતની દરિયાઇ સરહદ પરથી એક તરફ 10 પાકિસ્તાનીઓ રૂ. 300 કરોડના ડ્રગ્સ અને હથિયારો સાથે ઝડપાયા છે.
ત્યારે બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ નજીક આવેલી પાકિસ્તાન બોર્ડર પરથી ઘૂસણખોરી કરી રહેલા એક શખ્સને બી.એસ.એફ. ના જવાનોએ ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર બી.એસ.એફ.ના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
ત્યારે જ અહીં આવેલી ફેન્સીંગમાંથી એક શખ્સ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરતાં ઝડપાયો હતો. બી.એસ.એફ. ના જવાનોની પૂછપરછમાં યુવકનું નામ મગન બોરો હોવાનું જાણવા મળ્યું છે.
તે પાકિસ્તાનના નગરપારકરના પૂનવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘૂસણખોરી કરતાં ઝડપાયેલા શખ્સની બી.એસ.એફ. દ્વારા પૂછપરછ હાથ ધરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!