બનાસકાંઠા જિલ્લાના 108 સ્ટાફ દ્વારા યોગદિવસ ની ઉજવણી કરવામા આવેલ

- Advertisement -
Share

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2015 માં ભારતની પહેલથી ઈન્ટરનેશનલ યોગ ડે મનાવવાની શરૂઆત થઈ. ભારત સરકારના આયુષ મંત્રાલયની વેબસાઈટ મુજબ યોગની ઉત્પત્તિ ભારતમાં જ લગભગ ઘણાં વર્ષો પહેલાં થઈ હતી. વિશ્વ આખું હવે એ તરફ સજાગ બન્યું છે અને યોગ-પ્રાણાયામના માધ્યમથી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ વળ્યું છે ત્યારે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની વિશ્વને ભેટ એવા યોગ-પ્રાણાયામનું મહત્વ રાજ્યમાં જન જન સુધી વિસ્તરે તે માટે વિશ્વ યોગ દિવસ મહત્વનો બન્યો છે.

 

 

આજરોજ કોરોના મહામારીને ધ્યાનમાં લઈને બનાસકાંઠા જિલ્લાના ડિસા 108 ઈ.એમ.ટી. પ્રદીપભાઈ અને પાયલોટ વિપુલસિંહ તથા ખીલખીલાટ ના સ્ટાફે ડિસા સિવિલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડિસા સિવિલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી કરવામાં આવી હતી.

 

 

આજરોજ યોગ દિવસે બનાસકાંઠા જીલ્લા ના 29 લોકેશન પર 108 તથા ખીલખીલાટ સ્ટાફ દ્ધારા યોગા કરવામા આવ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ રાખી કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને યોગ કર્યા હતા. જેમાં 108 ના પોગ્રામ મેનેજર કમલેશ પઢીયાર અને ઈ.એમ.ઈ. નિખિલ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવલે અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!