ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે 2 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝૂંબેશ હાથ ધરાઇ છે

 

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો મળી આવતાં ચકચાર મચી ગઇ છે. જેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસે 2 અલગ-અલગ જગ્યાએથી ચાઇના દોરીના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડયા હતા. જયારે મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગ રસીયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે.

ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચાઇના દોરીથી પશુ-પક્ષીઓ, રાહદારીઓ અને વાહનચાલકો માટે આકસ્મીક ઘટના બનતી હોય છે.
સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઇના દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં ડીસામાં કેટલાંક વેપારીઓ દ્વારા સરકારના નિયમોનું ઐસી તૈસી કરી ચાઇના દોરીનું વેચાણ કરતાં ઝડપાયા છે.
ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે અલગ-અલગ 2 જગ્યાએથી ચાઇના દોરીના વેચાણ કરતાં 2 શખ્સોને ઝડપી પાડી વધુ તપાસ ધરી છે.

 

જેમાં ચામુંડા સોસાયટીમાં આવેલી કપી સ્ટેશનરીમાંથી ચાઇના દોરી સાથે રાજ મનોજ મહેસુરીયા (મોદી)ને ચાઇના દોરીની રૂ. 4,000 ની 12 ફીરકી અને એસ.સી.ડબલ્યુ હાઇસ્કૂલ રોડ પરથી કમલેશને રૂ. 2,000 ની
ચાઇના દોરીની 40 ફીરકીઓ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આવી પશુ-પક્ષીઓ માટે ઘાતક એવી પ્રતિબંધિત ચાઇના દોરીનું વેચાણ અટકે તે માટે પોલીસ દ્વારા કડક ઝૂંબેશ હાથ ધરાઇ છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!