રાજસ્થાનમાં આઇશર ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતાં ડીસાના યુવકનું મોત

- Advertisement -
Share

રાજસ્થાનના મેડા નજીક આઇશર ટ્રક અને ટ્રેઇલર વચ્ચે ગમખ્વાર અકસ્માત : ડીસાના અન્ય યુવકને ગંભીર ઇજા : અજાણ્યો ટ્રેઇલર ચાલક ફરાર

 

ડીસાના 2 યુવકો આઇશર ટ્રક લઇ રાજસ્થાન તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન આઇશર ટ્રક અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના પાટણ હાઇવે પર આવેલા રેલ્વે સ્ટેશન ચાર રસ્તા નજીકની પૂરગ્રસ્ત કોલોનીમાં રહેતાં સોહીલભાઇ સાબીરભાઇ કુરેશી (ઉં.વ. આ. 22) અને મોહંમદપુરા ગવાડી

વિસ્તારમાં રહેતાં ફયાઝ જહુરભાઇ કુરેશી ડીસાથી આઇશર ટ્રક લઇને રાજસ્થાન જઇ રહ્યા હતા. ત્યારે મોડી સાંજના સુમારે રાજસ્થાનના મેડા નજીક અજાણ્યા ટ્રેઇલર સાથે અચાનક ટકરાતાં આઇશરના આગળના ભાગનો ભૂક્કો થઇ ગયો હતો.

 

જેથી આઇશરમાં આગળ બેઠેલ કુરેશી સોહીલભાઇ નીચે પટકાતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ફયાઝ કુરેશીને 2 પગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં પ્રથમ પાલનપુર હોસ્પિટલમાં ત્યારબાદ વધુ

 

તબિયત લથડતાં અમદાવાદમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે ડીસામાં સોહીલની મૈંયત ઘરે લાવતાં પરિવારજનોમાં રોક્કળ મચી ગઇ હતી. છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન કરતાં
જુવાન જોધ પુત્ર ગુમાવતાં મા પર આભ તૂટી પડયું હતું. ઝોહર બાદ નીકળેલ સોહીલના ઝનાઝામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાઇને ખીરાજે અકીદત પેશ કરી હતી. યુવકના અકાળે મોતના સમાચાર સાંભળતાં ડીસામાં શોકનો માહોલ છવાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!