પાલનપુરમાં શખ્સે સોશિયલ મિડીયાથી મેસેજ કરી પજવણી કરતાં અભ્યાસ કરતી કોલેજીયન યુવતીએ 181 અભયમની મદદ લીધી

Share

 

તું મને મળવા આવ, આપણે બંને હોટલમાં જઇએ. આ મેસેજ વાંચીને પાલનપુરમાં કોલેજ કરતી એક યુવતી ભયભીત બની ગઇ હતી. જેણે પ્રોફેસરની વાત કરતાં આખરે 181 અભયમની મદદ લેવામાં આવી હતી. જ્યાં ટીમે રોમિયોનો સંપર્ક કરી કોલેજમાં બોલાવ્યો હતો.

[google_ad]

 

 

પરંતુ તે ન આવતાં યુવતીને પાલનપુર સાઇબર ક્રાઇમની કચેરીએ લઇ જવાઇ હતી. રોમિયો મળી આવ્યેથી તેને પાઠ ભણાવવામાં આવશે. પાલનપુરમાં રોમિયો દ્વારા કોલેજીયન યુવતીઓને હેરાન-પરેશાન કરવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

[google_ad]

 

 

 

 

 

 

 

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતું કે, ‘પાલનપુરના પોષ વિસ્તારમાં રહેતી તેજલ (નામ બદલ્યું છે) શહેરની કોલેજમાં અભ્યાસ કરે છે. જેના ઇન્ટ્રાગ્રામ ઉપર અજાણ્યા શખ્સે મેસેજ કરી તું મારી ગર્લફ્રેન્ડ બન, તું મને મળવા આવ, આપણે હોટલમાં જઇએ.

[google_ad]

 

 

 

 

 

 

 

જેવા અભદ્ર મેસેજ કરતાં યુવતી ગભરાઇ ગઇ હતી. આ અંગે તેણીએ કોલેજના પ્રોફેસરની વાત કરી હતી. જેમણે 181 ની મદદ માટે કોલ કરતાં મહીલા પોલીસ મિનાક્ષીબેન સાથે કોલેજમાં ગયા હતા.

[google_ad]

 

 

 

 

 

 

 

 

તેજલનો ફોન લઇ તપાસ કરતાં શખ્સના મોબાઇલ ફોન ઉપર માત્ર વોટ્‌સએપ જ ચાલતું હતું. આથી ઇન્ટ્રાગ્રામ ઉપર કોલ કરી તેનો સંપર્ક કરી કોલેજમાં બોલાવ્યો હતો. જો કે, તે ત્યાં ન આવતાં તેજલને લઇને પાલનપુર સાઇબર ક્રાઇમની કચેરીએ ગયા હતા. દરમિયાન રોમિયો મળી આવ્યેથી તેને પાઠ ભણાવવામાં આવશે.’

[google_ad]

 

 

 

 

 

 

 

 

અજાણ્યા શખ્સે પોતાના ઇન્ટ્રાગ્રામ આઇ.ડી.થી કોલેજની અન્ય 5 યુવતીઓને પણ મેસેજ કર્યાં હોવાનું બહાર આવ્યું છે. જેમના દ્વારા પણ સાઇબર ક્રાઇમમાં આ શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે.

[google_ad]

 

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 

 

 


Share