ધાનેરામાં સી.એન.જી. પંપ નજીક ડમ્પર દીવાલ તોડી દુકાનમાં ઘૂસતાં નાસભાગ

- Advertisement -
Share

ડમ્પર દુકાનમાં ઘૂસતાં અફડા-તફડી મચી

 

ધાનેરાના સી.એન.જી. પંપ નજીક મંગળવારે એક ઓવરલોડ રેતી ભરેલું નંબર વગરનું ડમ્પર દીવાલ તોડી અચાનક દુકાનમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે દોડધામ મચી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી જીલ્લા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ.ની રહેમ નજર હેઠળ ડમ્પર ચાલકો બેફામ દોડી રહ્યા છે.
ડમ્પર ચાલક બેફામ રીતે દોડતાં અનેકવાર નાના-મોટા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અનેક નાના-મોટા અકસ્માતમાં અનેક માસૂમોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જીલ્લામાં સ્થાનિક લોકો દ્વારા અનેકવાર બેફામ દોડતાં ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેથી ડમ્પર ચાલકો હાઇવે અને સીટીના માર્ગો પર બેફામ દોડી રહ્યા છે. ત્યારે મંગળવારે બનાસકાંઠા જીલ્લાના ધાનેરામાં આવેલ સી.એન.જી. પંપની નજીક એક ઓવરલોડ રેતી ભરેલું નંબર વગરનું ડમ્પરના
ચાલકે બેફામ રીતે ચલાવી એક દીવાલ તોડી એક દુકાનમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. તાત્કાલીક ધાનેરા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!