ડીસામાં કિશોરનું અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોધાતા ચકચાર

- Advertisement -
Share

ડીસામાં એક કિશોરનું અપહરણ થતાં ચકચાર મચી. આ અંગે કિશોરના મોટા ભાઈએ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

 

 

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરની આસોપાલવ સોસાયટીના ભાગ-1 રહેતાં સુરેશભાઇ અરજણભાઇ જયપાલ (ચમાર)નો નાનો ભાઇ સંજય જયપાલ (ચમાર) (ઉં.વ.આ. 15) ગત તા. 26 મે ના રોજ કપડા બેગમાં ભરી ઇસ્ત્રી કરાવવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો.

 

 

 

 

જો કે, મોડી સાંજ સુધી ઘરે પરત ન આવતાં સુરેશભાઇએ તેમના સગા-સબંધીઓ અને આજુબાજુમાં તેની શોધખોળ કરી હતી. જ્યારે તેમના નાનાભાઇનું કોઇ અપહરણ કરી ગયું હોવાની શંકાના આધારે તેઓએ ડીસા દક્ષિણ પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!