ધાનેરા શહેરમાંથી પસાર થતા ડમ્પર ચાલકો બેફામ ગફલત ભર્યા ડ્રાઇવિંગ કરીને ડમ્પરો ચલાવીને અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે ધાનેરા થરાદ રોડ પર નવ શિખાઉ અને લાયન્સન વિનાનો ડ્રાઇવર ડમ્પર લઈને નીકળી રહ્યો હતો.
ત્યારે થરાદ રોડ પર ડ્રાઈવર દ્વારા ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પરનો હાઇડ્રોલિક ખુલી જતા તે જીવંત વીજ વાયરને અડતા જીવંત વીજ વાયર અને બે લાઈટના થાંભલાઓ રોડ પર તૂટી પડતાં બાઈક ચાલકના બાઈક પર વાયરો વીંટળાઈ ગયા હતા.
જ્યારે એક લાઈટનો થાભલો ગાડી પર પડતાં ગાડીના પણ ભુકા બોલી ગયા હતા. અકસ્માત સર્જીને ડ્રાઇવર ડમ્પર લઈને ત્યાંથી ફરાર થઈ ગયો તો સ્થાનિક લોકોએ ડ્રાઇવરને ઝડપીને ઘટનાસ્થળે લાવવામાં આવ્યો હતો અને ડ્રાઈવરને મેથીપાક આપવામાં આવ્યો હતો.
સ્થાનિક લોકોએ ડ્રાઇવરનું પૂછતા ડ્રાઇવરે જણાવ્યું હતું કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી અને તેના માલિક દ્વારા તેને રેતીનો ફેરો કરવા માટે મોકલવામાં આવ્યો હતો. ડમ્પરનો માલિકને ઘટના સ્થળે આવીને નેતાઓનો પાવર ભોગ બનનારને બતાવતા આખરે આ સમગ્ર મામલે પત્રકારો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ડમ્પર ચાલકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ડમ્પરને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું હતું.

ડમ્પરના માલિક દ્વારા રાજકીય જોર લગાવીને નુકસાન થનાર ગાડી ચાલક જોડે પણ પૈસાથી સેટિંગ કરી લેવામાં આવ્યું હતું. તો બીજી તરફ આ સમગ્ર મામલે જાગૃત નાગરિક દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવતા સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ધાનેરા શહેરમાં બેફામ રીતે ડમ્પર ચાલકો ગફલત ભરી ડ્રાઇવિંગ કરીને અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ધાનેરાના લોકોની માંગ છે કે પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત ડમ્પર આગળ અને પાછળ કોઈ પણ પ્રકારના નંબર પર લખેલા ન હતા ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી તે ઉપરાંત આ ડમ્પરને વીમો પણ નથી.
ડમ્પર ચાલકો ડમ્પર પર નંબર પ્લેટ રાખતા નથી જેથી આ ડમ્પર ચાલકો ચાલક અકસ્માત બાદ પકડાતા નથી અને અનેકવાર હિટ એન્ડ રનના કેસો પણ સામે આવતા હોય છે જો સામાન્ય વ્યક્તિ નંબર પ્લેટ ના રાખે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી ટ્રાફિક પોલીસ કરતી હોય છે.
પરંતુ આવા ડમ્પર ચાલકો સામે પોલીસ પણ રહેમ નજર રાખતી હોય છે. ત્યારે લોકમાંગ ઉઠી રહી છે કે નિયમોને નેવે મૂકીને ચાલતા ડમ્પર ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને કાયદાના પાઠ ભણાવવામાં આવે.
From – Banaskantha Update