ગુજરાત ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનથી 300 કરોડનું ડ્રગ્સ ઝડપવામાં સફળતા મળી

- Advertisement -
Share

ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્તે ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશન થકી કંડલામાંથી અંદાજે 3,000 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જે અફઘાનિસ્તાનથી પાવડરની આડમાં લાવવામાં આવતો હતો.

 

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ પાસે ચોક્કસ માહિતી હતી કે, પાકિસ્તાનના કરાંચીથી અલહજ નામની બોટ નીકળી છે. જેમાં મોટા પ્રમાણમાં હેરોઇનનો જથ્થો છે. જે બાદ આ માહિતી કોસ્ટ ગાર્ડને પણ આપવામાં આવી. જેથી એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ જણાવેલ સ્થળ પર ગઇકાલ રાતથી પેટ્રોલિંગમાં હતી.

 

આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ બોટે પાકિસ્તાન વિસ્તારમાં જવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. જે કારણે કોસ્ટગાર્ડની ટીમે ફાયરિંગ પણ કરવું પડ્યુ હતુ. જે બાદ બોટનો પીછો કરીને તેને ઝડપી પાડવામાં આવી હતી. આ બોટમાં 9 પાકિસ્તાનીને પણ ઝડપી પાડવામાં આવ્યુ છે. હાલ આ લોકો કયા દેશના છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!