ડીસાના બાઇવાડાના ખેડૂતે 5 વીઘા ખેતરમાં ગાયો ચરાવીને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું

- Advertisement -
Share

ભૂખે મરતી ગાયોને પોતાના ઉભા પાકમાં છોડી ચરાવી માનવતા મહેકાવી

 

રાજસ્થાનમાં ઉનાળાના સમયમાં પશુપાલકો અને પીવાના પાણી તેમજ ઘાસચારાની ખૂબ જ તંગી સર્જાય છે. જેને લઇને રાજસ્થાનમાં વસતા પશુપાલકોને હીજરત કરવાની ફરજ પડે છે અને રાજસ્થાનના
પશુપાલકો ગુજરાતના અલગ-અલગ જીલ્લાના ગામડાઓમાં પશુઓને ઘાસચારો અને પાણી મળી રહે તે માટે કસરત કરવા નીકળી પડે છે.
ત્યારે સોમવારે બનાસકાંઠા જીલ્લાના ડીસામાં પણ રાજસ્થાનથી આવેલા પશુપાલકોને ડીસાના બાઇવાડા ગામમાં એક ખેડૂતે પોતાના 5 વીઘા ખેતરમાં બાજરીમાં ગાયોને ચરાવી હતી. ભૂખે મરતી ગાયોને પોતાના ઉભા પાકમાં છોડી ચરાવી માનવતા મહેકાવી હતી.
ઉનાળાના સમયમાં રાજસ્થાનમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. જેને લઇને રાજસ્થાનમાં વસતા ખેડૂતો અને પશુપાલકો પોતાના પશુપાલકો તેમજ પોતાના ગુજરાનને લઇને હીજરત કરવાની ફરજ પડે છે.
રાજસ્થાનમાંથી પશુપાલકો અને ખેડૂતો ગુજરાત કરતાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓના ગામડાઓમાં પોતાના પશુપાલકોને લઇ ફરતાં નજરે પડી રહ્યા છે.
ત્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ રાજસ્થાનથી હીજરત કરી આવેલા પશુપાલકો બનાસકાંઠા જીલ્લાના અલગ-અલગ ગામડાઓમાં પશુઓને ઘાસચારો અને પોતાનું ગુજરાન ચાલી શકે તે રીતે અલગ-અલગ ગામડે ફરી રહ્યા છે.

ત્યારે સોમવારે ડીસા તાલુકાના બાઇવાડા ગામમાં રહેતાં ઢેગાભાઇ ચેલાણાએ ભૂખે મરતી ગાયોને જોઇ તેમને માનવતા મહેકાવી છે. પોતાના 5 વીઘા ખેતરમાં વાવેલી બાજરીમાં ગુજરાન કરી આવેલા
રાજસ્થાનથી પશુપાલકોએ પોતાની ગાયોને પોતાના ખેતરમાં ચરાવતા માનવતા મહેકાવી છે. પોતાના ઉભા બાજરીના પાકમાં પશુઓને છોડયા હતા. ઉભા બાજરીના પાકમાં હજારો ગાયોને ખેડૂતે ચરાવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!