દાંતામાં મેઇન માર્કેટમાં ભૂવો પડ્યો : પીવાના પાણીનું કનેક્શન તૂટતા ગટરનું પાણી મિક્ષ થયું

Share

દાંતા ગામના મેઇન માર્કેટમાં ભૂવો પડતાં પીવાના પાણીનું કનેક્શન તૂટી ગયું જેમાં ગટરનું પાણી મિક્ષ થતાં ગટરનું પાણી પીવા ગ્રામજનો મજબૂર બનશે : વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં

[google_ad]

દાંતા તાલુકાના મેઇન માર્કેટમાં બુધવારે અચાનક ભૂવો પડતાં જ પાણીનું કનેક્શન તૂટતાં ગટરનું પાણી મિક્ષ થતાં ગ્રામજનો પીવાના પાણીની જગ્યાએ ગટરનું પાણી પીવા મજબૂર બનશે. રોડ ઉપર ભૂવાના કારણે અવર-જવરમાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જ્યારે વગર વરસાદે ભૂવો પડતાં કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ થશે તેવા સવાલો ઉઠ્યા છે. જ્યારે વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં છે.

[google_ad]

દાંતા તાલુકાના મેઇન માર્કેટમાં બુધવારે વગર વરસાદે અચાનક ભૂવો પડ્યો છે. જેની સાથે સાથે ભૂવાના અંદરથી પસાર થતું પાણીનું કનેક્શન પણ તૂટી ગયું છે.

[google_ad]

હવે કનેક્શન તૂટતાં ગટરનું પાણી મિક્ષ થતાં ગ્રામજનો પીવાના પાણીની જગ્યાએ ગટરનું પાણી પીવા મજબૂર બનશે તેવા સવાલો ઉઠ્યા છે.

[google_ad]

જ્યારે રોડ ઉપર ભૂવાના કારણે અવર-જવરમાં રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વગર વરસાદે ભૂવો પડતાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ થશે તેને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે.

 

 

From – Banaskantha Update


Share