વાવ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

- Advertisement -
Share

IGP બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા SP બનાસકાંઠા – પાલનપુર તરૂણ દુગ્ગલનાઓએ હાલમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા આર.જી.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. બનાસકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ. ભુરાજી તથા અ.પો.કોન્સ અમરસિહ તથા દશરથભાઈની ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

 

 

દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વાવ પોલીસ સ્ટેશન ગુ.ર.ન.33/2020 ઇ.પી.કો.કલમ 457, 380 મુજબના ગુનાનો એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી વીહાભાઈ ગોપાળાભાઈ ઠાકોર રહે સવપુરા તા.થરાદ વાળો ભોરોલ તા.થરાદ હોવાની બાતમી આઘારે સદરે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વાવ પોલીસ સ્ટેશન સોપેલ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!