ડીસામાં ડમ્પર, રિક્ષા અને બાઈક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત : બાઈક સવાર પર ડમ્પરનું ટાયર ફરી વળતા મોત, એક ઘાયલ

- Advertisement -
Share

ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેન્કની સામે ડમ્પર, રીક્ષા છકડો અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા જેમાં એક યુવક પર ડમ્પરનું ટાયર ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું તેમજ અન્ય યુવકને ઈજા થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે ડીસા ખાતે આવેલ ગાયત્રી મંદિર નજીક એક ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી હતી. ડીસા ગાયત્રી મંદિર નજીક આવેલ યુકો બેન્કની સામે રોંગ સાઇડમાં આવી રહેલ રીક્ષા છકડો સામેથી આવી રહેલ બાઈક પર સવાર બે યુવકોને અડફેટે લીધા હતા.

જેમાં બાઇક પર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે રોડ પર પટકાયા યુવક નેમારામ દિપારામ જાટ (ચૌધરી) રાજસ્થાન વાળા પર ડમ્પરનું ટાયર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ મંગલભાઈ ખેગારભાઈ રબારી 22 વર્ષ રહે. ટેટોપ રાજસ્થાન. ઘાયલ થયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

તાત્કાલિક 108 જાણ કરતા 108ની ટિમ ઘટના સ્થળે દોડી આવી ઘાયલ યુવકને સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયો હતો. તેમજ ડીસા ઉત્તર પોલીસને જાણ કરતા ડીસા ઉત્તર પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતક યુવકની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!