ધાનેરામાંથી ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

- Advertisement -
Share

ધાનેરા ટાઉનમાં લાધાપુરા વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસને ખાનગી રાહે બાતમી મળતા તાબાના માણસો સાથે લાધાપુરા વિસ્તારમાં પંચો સાથે રેડ કરતા જાહેર જગ્યામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા.

 

 

 

આ અંગેની વિગત જોઇએ તો, બનાસકાંઠામાં દારૂ અને જુગાર જેવી બંદી નેસ્ત નાબુદ કરવા પોલીસ સતર્ક બની છે અને જે લગત પેટ્રોલીંગ કરી આવા તત્વોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

 

 

ત્યારે આજે ધાનેરા ટાઉનમાં લાધાપુરા વિસ્તારમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા તેની પોલીસને બાતમી મળતા પોલીસે ઓચિંતી રેડ કરી પાંચ ઈશમોને ઝડપી પાડ્યા હતા અને જુગારના સાહીત્ય સાધનો તેમજ ભારતીય ચલણની અલગ અલગ દરની નોટો કુલ કિં.રૂ-12,050/- તથા મોબાઇલ ફોન નંગ.2 કુલ કિ.રૂ.4000/- એમ કુલ કિ.રૂ.16,050/- ના મુદ્દામાલ જડપી પાડ્યો હતો.

 

 

 

 

જ્યારે આ અંગે પોલીસે જાહેર જગ્યામાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમતા પાંચ ઇસમો (1) પ્રહલાદભાઇ છોગાભાઇ જાતે. પરમાર રહે.લાધાપુરા તા.ધાનેરા, (2) ઇર્શાદશાં ઇસુબશાં જાતે.શાંઇ રહે લાધાપુરા તા. ધાનેરા, (3) હુસેનભાઇ કાળુભાઇ સીંન્ધી રહે લાધાપુરા તા.ધાનેરા, (4) લાલાભાઇ મોહનભાઇ સોલંકી રહે. ધાનેરા લાધાપુરા તા.ધાનેરા અને (5) મુકેશભાઇ ઇશ્વરભાઇ ભીલ રહે.ભીલવાસ ધાનેરા તા.ધાનેરા ઓના વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!