એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : એલિસબ્રિજના 2 પોલીસ કર્મચારીઓ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

- Advertisement -
Share

 

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મચારીઓએ ખાનગી કંપનીના છેતરપિંડીના કેસની તપાસ દરમિયાન એક કર્મચારીની સામે ગુનો દાખલ નહીં કરવા માટે રૂ. 25,00,000 ની લાંચની માંગણી કરી હતી.

 

 

જે પૈકી શરૂઆતના પ્રથમ હપ્તા પેટે રોકડા રૂ. 2,75,000 સ્વીકારતાં એન્ટી કરપ્શન બ્યુરોના હાથે બંને પોલીસ કર્મચારીઓ રંગેહાથ આબાદ ઝડપાયા હતા.

 

આ અંગેની વિગત એવી છે કે, એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એક કંપની કે.જે. કેપચાની કામગીરી કરે છે. આ કંપનીએ કરેલી નાણાંકીય ગેરરીતિની તપાસ એલિસબ્રિજ પોલીસને સોંપવામાં આવી હતી.

 

આ કેસની તપાસ ચલાવી રહેલાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઇ બાબુભાઇ વાઢેર અને પોલીસ કોન્સ્ટેબલ બાદલભાઇ પચાણભાઇ ચૌધરીએ આ કેસમાં કંપનીના કર્મચારીને તેમની સામે ગુનો દાખલ કરવો પડશે તેવી ધમકી આપી હતી.

 

જો કેસથી બચવું હોય તો અને કેસમાંથી બહાર નીકળવું હોય તો વહીવટ કરવો પડશે તેમ કહીને રૂ. 25,00,000 ની લાંચની માંગણી કરી હતી. જો કે, રકઝકના અંતે રૂ. 7,00,000 લાંચ આપવાનું નક્કી કર્યું હતું.

 

આ અંગે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરતાં એ.સી.બી.ના મદદશીન નિયામક કે.બી ચુડાસમાના સુપરવિઝનમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.યુ. પરેવા અને તેમની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.

 

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં સોમવારે લાંચના છટકામાં ખાનગી કંપનીના કર્મચારી પાસેથી લાંચના પ્રથમ હપ્તા પેટે રૂ. 2,75,000 ની રકમ માંગી સ્વીકારતાં બંને કોન્સ્ટેબલને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!