ડીસામાં ઇલેક્ટ્રીકની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

Share

ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ રામેશ્વર ઇલેક્ટ્રીક વર્કસ નામની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી દુકાનમાંથી રૂ. 80,000 ના મુદ્દામાલની ચોરી કરી દુકાનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાના ડી.વી.આર.ની ચોરી કરી પલાયન થઇ ગયા છે. આ અંગે દુકાન માલિકે ડીસા દક્ષિણ પોલીસે મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

[google_ad]

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં તસ્કરો હવે એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે.

[google_ad]

 

 

ત્યારે ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ એક્સિલન્સી હોટલની બાજુમાં આવેલ રામેશ્વર ઇલેક્ટ્રીક વર્કર નામની દુકાનના માલિક મુકેશભાઇ હીરાજી માળી દિવાળી પર્વ નિમિત્તે બેસતા વર્ષના દિવસે પોતાની દુકાન વધાવી ઘરે ગયા હતા અને મંગળવારે લાભ પાંચમના દિવસે જ્યારે પોતાની દુકાન ખોલતાં દુકાનમાં ચોરી થઇ હોવાનું માલૂમ પડયું હતું.

[google_ad]

જ્યારે દુકાનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. સહીત કેમેરાના તોડફોડ કરી દુકાનમાંથી કોપર વાયર જેની કુલ કિંમત રૂ. 80,000 ના મુદ્દામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હોવાનું માલૂમ થયું હતું.

[google_ad]

જે બાદ દુકાન માલિક મુકેશભાઇ માળીએ તાત્કાલીક ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતાં ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે દુકાન માલિક મુકેશભાઇ માળીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share