અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્ર પેહરી આવતા યાત્રીઓ પર લેવાયો મહત્વપૂર્ણ નિર્યણ

- Advertisement -
Share

બનાસકાંઠામાં આવેલ માં અંબેના શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા યાત્રિકો પર લગાવ્યો પ્રતિબંદ. ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ કરનાર ઉપર પ્રતિબંધ લગાવ્યો.

 

 

તાજેતરમાં જ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે મહિલાઓ દ્વારા ફાટેલા જિન્સ ધારણ કરવાને મુદ્દે જે નિવેદન આપ્યું તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. તેઓ વિદ્યાર્થિનીઓ દ્વારા શોર્ટ્સ ધારણ કરવા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

 

 

ત્યાર બાદ શામળાજી મંદિર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે હવે ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારે હવે બનાસકાંઠાના પ્રસિદ્ધ મંદિર અંબાજીમાં પણ આ પ્રકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે.

 

 

બનાસકાંઠાના દાંતામાં આવેલ માં અંબેના અંબાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને ભક્તોનાં પ્રવેશ પર લગાવાયો પ્રતિબંધ. અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરના પ્રવેશ દ્વાર પર બોર્ડ લગાવ્યા.

 

 

અંબાજી મંદિરના પ્રવેશદ્વાર પર લગાવેલા બોર્ડમાં જણાવવામાં આવ્યું છે કે, નમ્ર વિનંતી – ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવો પોષાક પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશ કરવા વિનંતી. શામળાજી બાદ અંબાજી મંદિરમા પણ ટુંકા વસ્ત્રો પહેરનારને પ્રવેશબંધી.

 

 

બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે ભક્તો માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં આવે છે. પરંતુ હવે અંબાજી મંદિર ખાતે ભકતો ટૂંકા વસ્ત્રો પહેરીને જઈ શકશે નહીં તેવા બોર્ડ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લગાવવામા આવ્યા છે.

 

 

અહિં ઘણા ભકતો શોર્ટ અને બરમૂડા પહેરીને દર્શન કરવા આવે છે. જોકે હવે ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરીને આવવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ ગેટ પર બોર્ડ લગાવવામાં આવ્યા છે.

 

 

આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અબાજી દ્વારા મંદિરના તમામ ગેટ પર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. જેમા લખવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિની ગરિમા જળવાય તેવા પોષાક (વસ્ત્રો) પહેરીને જ મંદિર સંકુલમાં પ્રવેશવું અને ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર સંકુલમાં પ્રવેશ ન કરવો.

 

 

એટલે કે હવે અંબાજી મંદિરના દર્શને જતાં ભાઈઓ અને બહેનોને મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં પોતાના વસ્ત્રોનું ધ્યાન રાખવું પડશે. શોર્ટ્સ અને બરમૂડા પહેરીને મંદિરમાં પ્રવેશ મળશે નહીં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!