અમીરગઢમાં અંડર બ્રિજમાં દાખલ થવાનો રસ્તો કાદવ કીચડ વાળો હોવાથી વાહન ચાલકોને હાલાકી

Share

અમીરગઢમાં બનાવેલા અંડરબ્રિજના એન્ટર થવાના રસ્તા આગળ જ વરસાદથી થયેલા કીચડમાં બાઈક ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અને વાહન ચાલકો દ્વારા અંડરબ્રિજમાં પ્રવેશવાના રસ્તા પર રોડની હાલ પૂરતી કોઈ ઠોસ વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

[google_ad]

અમીરગઢમાં બનાવેલા અંદર બ્રિજમાં એન્ટર થવાનો રસ્તો કાચો અને ચીકણી માટી વાળો હોવાથી વરસાદના પાણીથી કીચડ થઇ જતા બઈકો સ્લીપ થઇ જાય છે અને બાઈક ચાલકો પોતાના જીવ જોખમમાં મૂકીને મજબૂરીથી આ રસ્તો પસાર કરે છે.

[google_ad]

 

ઘણીવાર કીચડમાં બાઈક સ્લીપ થવાના બનાવો પણ બન્યા છે જેથી લોકોમાં ડર પ્રસરી ગયો છે. જેથી સ્થાનિકો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અહીં પાકો રોડ બનાવવાની માંગ કરી રહ્યાં છે.

[google_ad]

Advt

આ અંગે સ્થાનિક લક્ષ્મણભાઇએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા અમીરગઢમાં અંદર પ્રવેશવા માટે અંડરબ્રિજ બનાવેલો છે તેની બહાર કાચો રસ્તો હોવાથી ત્યાંથી પસાર થાય છે તે રસ્તા પર બાઈક સ્લીપ થઈ જાય છે અને ચાલવા માટે પણ ખુબજ મુશ્કેલી પડે છે. સરકારને અમારી નમ્ર વિનંતી છે આનું તાત્કાલિક ધોરણે કાયમી નિરાકરણ લાવે.”

[google_ad]

From – Banaskantha Update


Share