કાંકરેજમાં બનાસ નદીના પુલ નજીકથી ગૌ રક્ષકોએ 15 પાડા ભરેલા 2 પીકઅપ ડાલા ઝડપી પાડ્યા

- Advertisement -
Share

શિહોરીમાં ગૌ રક્ષકોને ખાનગી બાતમી શનિવારે વહેલી સવારે મળતાં સેસણ તરફથી નાના પશુઓ નાના પાડા ભરીને કેટલીક ગાડીઓ પાટણ તરફ જવાની છે. ત્યારે આ નિર્દોષ પશુઓને ભરી કતલખાને જવા નીકળતી ગાડીઓની વોચ ગોઠવી હતી. જેમાં શનિવારે વહેલી સવારે બે પીકઅપ જીપડાલામાં 15 નાના પાડા ભરેલા ગૌ રક્ષકોએ ઝડપી પાડ્યા હતા. આ અંગે શિહોરી પોલીસ મથકે બંને પીકઅપ જીપડાલા જપ્ત કરી બંને ચાલક સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમો લગાવી ગુનો નોંધ્યો છે.

[google_ad]

 

 

આ અંગેની વિગત એવી છે કે, શિહોરી પોલીસ મથકના સ્ટાફના માણસો કનોજકુમાર અને સંજયકુમાર શનિવારે વહેલી સવારે શિહોરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે શનિવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે શિહોરી-પાટણ રોડ પર ગૌ રક્ષકો સખરસિંહ કનકસિંહ વાઘેલા, કેતનભાઇ કિશોરભાઇ લીંમ્બાચીયા, મનીષભાઇ નારણભાઇ ભાટ અને હીમાલયભાઇ રમેશભાઇ માલોસણીયાને બાતમી મળતાં બે પીકઅપ જીપડાલા પાડા ભરીને આવે છે અને પાટણ તરફ જવાની છે.

[google_ad]

 

ત્યારે ઉંબરીના બનાસ નદીના પુલના છેડે વોચ ગોઠવી હતી. ત્યારે શનિવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યે બે પીકઅપ જીપડાલા દિયોદર તરફથી પૂરઝડપે આવ્યા હતા. ત્યારે તે બંને જીપડાલાઓને ઉભા રાખવાનો ઇશારો કરતાં બંનેના જીપડાલાના ચાલકે બંને જીપડાલા પૂરઝડપે પાટણ તરફ દોડાવ્યા હતા. ત્યારે બંને જીપડાલામાં શંક જતાં અમારી ગાડીથી બંને જીપડાલાનો પીછો કર્યો હતો. આ બંને જીપડાલા પાટણ તરફ પૂરઝડપે અને ફિલ્મી ઢબે ભગાડ્યા હતા.

[google_ad]

 

જે આગળનો પીકઅપ જીપડાલુ બનાસ નદી પરના પુલના ડીવાઇડર સાથે અથડાયું હતું. જે ડીવાઇડર સાથે અથડાયેલ જીપડાલુ નં. GJ01.DK.7239 ત્યારે આ જીપડાલામાં ચેક કરતાં 8 નાના પાડા ખીચોખીચ અને ઘાસની પણ સગવડ વિના ભરેલા જણાયા હતા. ત્યારે આ ડીવાઇડરે અથડાયેલ જીપડાલુ ત્યાં રાખી પશુઓ બીજા જીપડાલામાં શિહોરી પોલીસ મથકે લાવ્યા હતા. જ્યારે બીજા પીકઅપ જીપડાલા નં GJ04-y.0944 માં પણ ખીચોખીચ 7 નાના પાડા ભરેલા જણાયા હતા.

[google_ad]

 

આ તમામ પાડા એકબીજાને ઘસાય તેમ ભરેલા હતા અને તેમાં પાણી કે ઘાસચારાની પણ કોઇ વ્યવસ્થા કરાઇ ન હતી. એક પીકઅપ જીપડાલુ ડીવાઇડરે અથડાઇ જતાં તેને ત્યાં જ ખાલી કર્યું હતું અને એક પીકઅપ જીપડાલુ શિહોરી પોલીસ મથકે લવાયો હતો. ત્યારે આ બંને પીકઅપ જીપડાલા અને નાના પશુઓ મળી કુલ 15 પાડા કિંમત રૂ. 15,000 અને બે પીકઅપ જીપડાલા કિંમત રૂ. 3,00,000 કુલ રૂ. 3,15,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે શિહોરી પોલીસ મથકે બંને પીકઅપ જીપડાલાના ચાલક સામે પશુઓ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની કલમો લગાવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!