ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ ઝૂંબેશ હાથ ધરાઇ

- Advertisement -
Share

મચ્છરના બ્રિડીંગ સોર્સ રોકવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોએ તપાસ ઝૂંબેશ અભિયાન હાથ ધરી

 

બનાસકાંઠા જીલ્લામાં આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર અને નગરપાલિકાની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
મચ્છરના બ્રિડીંગ સોર્સ રોકવા અને રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમોએ ગુરૂવારે જીલ્લા વ્યાપી સઘન તપાસ ઝૂંબેશ અભિયાન હાથ ધરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જીલ્લાના અર્બન વિસ્તારોમાં સઘન તપાસ ઝૂંબેશ હાથ ધરાઇ છે. ગુરૂવારે વહેલી સવારથી જ પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર અને થરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે
નગરપાલિકા અને પોલીસની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી છે. મચ્છરોના બ્રિડીંગ સોર્સને રોકવા અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે નાસ્તાની લારીઓ, ઠંડા પીણા, બરફની ફેક્ટરીઓ, રેલ્વે

સ્ટેશન, બસ સ્ટેન્ડ, ટાયર પંચરની દુકાનો, સરકારી ક્વાર્ટર અને શેરડીના કોલા સહીત ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરાઇ છે. પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તમામ એકમોની મુલાકાત લઇ

એક્સપાયરી ડેટવાળી કે બગડેલી ચીજવસ્તુઓનો નાશ કરાયો હતો. આરોગ્ય વિભાગની સંયુક્ત સઘન તપાસથી અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!