કાંકરેજમાં ખાણ ખનીજ વિભાગના મેગા ઓપરેશનથી ખનીજ ચોરી કરતાં 5 હીટાચી મશીન અને 6 ડમ્પરો ઝડપ્યા

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં બુધવારે ભૂસ્તર વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કાંકરેજ તાલુકામાં આવેલ બનાસ નદીમાંથી ખનીજ ચોરી કરતાં 5 હીટાચી મશીન 6 ડમ્પરો સહીત રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરતાં અન્ય ભૂમાફીયામાં ફફડાટ ફેલાયો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં ભૂમાફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી રહી છે.

 

 

ડીસા અને કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં ભૂમાફીયાઓ દ્વારા ખનીજ ચોરી કરવાની ઘટના સામે આવતાં ભૂસ્તર વિભાગ દ્વારા ભૂમાફીયા પર તવાઇ મચાવી રહી છે.

 

 

ત્યારે બુધવારે બનાસકાંઠા જીલ્લામાં ભૂસ્તર શાસ્ત્રીનું મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલ રાનેર, બુકોલી અને અરણીવાડા ગામની બનાસ નદીના પટમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી

 

 

થઇ રહી હોવાની ભૂસ્તર વિભાગને જાણ થતાં ખનીજ ચોરીને ઝડપવા બુધવારે વહેલી સવારે 5:00 વાગ્યાના સમયે ભૂસ્તર વિભાગની ટીમ બનાસ નદીના પટમાં 3.5 કિલોમીટર ચાલી બિન અધિકૃત નદીની રેતીનું ખોદકામ કરતાં 5

 

 

હીટાચી મશીન જેમાં 3 હ્યુન્ડાઇ કંપની, 1 સની કંપની અને 1 કોમાત્સુ કંપનીના મશીન તેમજ રેતી ભરવા આવેલા 6 ડમ્પરો (1) GJ-02-ZZ-8961 (2) GJ-21-W-4955 (3) GJ-24-X-4090 (4) GJ-01-JT-8581 (5) GJ-24-X-6166 (6) GJ-08-AU-1837 દ્વારા બનાસ નદીમાં ખોદકામ કરતાં ભૂસ્તર શાસ્ત્રી દ્વારા તમામ વાહનોને જપ્ત કરાયા હતા.

 

 

ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીમાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે રકઝક કરાઇ હતી તેમજ ઝપાઝપી પણ કરાઇ હતી. જે બાદ સમગ્ર મામલો થાળે પડયો હતો.

 

 

ભૂસ્તર શાસ્ત્રી સુભાષભાઇ જોષીની આ સફળ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરતાં 5 હીટાચી મશીન અને 6 ડમ્પરો સહીત રૂ. 3.60 કરોડનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરતાં ભૂમાફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

જ્યારે ભૂસ્તર શાસ્ત્રીની કડક કાર્યવાહીથી ભૂમાફીયાઓમાં ફફડાટ અને બનાસકાંઠા જીલ્લામાં આ પ્રકારની કાર્યવાહીના લીધે વિક્રમજનક રૂ. 90 કરોડની આવક થવાની સંભાવના છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!