ધાનેરાના ડીસા રોડ ઉપર 2 આખલાઓનું યુદ્ધ ખેલાયું

- Advertisement -
Share

આખલાઓ ઝઘડતા વિદ્યાર્થીનીએ દોડીને પોતાનો જીવ બચાવ્યો

 

બનાસકાંઠા જીલ્લામાં રખડતાં ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શનિવારે ધાનેરા-ડીસા રોડ પર 2 આખલા ઝઘડતાનો વિડીયો સામે આવ્યો છે.
જેમાં એક વિદ્યાર્થીનીએ દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ આખલાઓ રોડ પર ઝઘડતા હોવાથી લોકોમાં હાલ ડરનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જીલ્લામાં કોઇ મોટી સમસ્યા હોય તો તે છે. રખડતાં ઢોરની સમસ્યા આ રખડતાં ઢોરોનો કારણે અનેક નાના-મોટા અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમસ્યાને દૂર કરવા સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ નિરાકરણ ન આવતાં આખરે રખડતાં ઢોરોનો કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
જયારે ખાસ કરીને આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાતાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જયારે આ આખલાઓના ઝઘડામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થતાં હોય છે.

 

ત્યારે શનિવારે વધુ એક 2 આખલાઓ વચ્ચે ઝઘડતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ધાનેરા-ડીસા રોડ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાતા આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઇ હતી.
જયારે એક વિદ્યાર્થીનીએ આ 2 આખલાઓ ઝઘડતા હોવાથી દોડીને પોતાનો જીવ બચાવ્યો હતો. પરંતુ આખલાઓ રોડ પર ઝઘડતા હોવાથી લોકોમાં ડરનો માહોલ છવાયો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!