ડીસા તાલુકામાં મહાદેવનું ગામ મહાદેવિયા પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ…

- Advertisement -
Share

દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઈતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે તેનું નામ મહાદેવ પરથી પડ્યું છે. ત્યારે શિવરાત્રી નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીયો જૂના પ્રાચીન મહાદેવના મંદિર વિષે જણાવીશું.

 

 

– મહાદેવના નામ પરથી ગામનું નામ મહાદેવીયા પડ્યું…

બનાસકાંઠા જીલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ… આમ તો આ ગામનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો જ છે.. પરંતુ આ ગામનું નામ અહી આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે.. વર્ષો પહેલા જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું.. અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યુ અને ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું…

ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ… સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ હજાર વર્ષ જૂનું મંદિર છે.

 

 

– પીપળના સોનાંના પાન પરથી મંદિરનું નામ સોનેશ્વર મહાદેવ પડ્યું…

કહેવાય છે કે સદીયો પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપલાનું પાન મુક્તા હતા.. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. બનાસ નદીને રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે બનાસ નદીને તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે અને શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શિવજીને રિજવવા માટે શિવાલયની પુજા અર્ચના કરવા માટે આવતા હોય છે….

 

 

– આ મહાદેવને પ્રસાદ રૂપે લીલા શાકભાજી ચડાવવામાં આવે છે..

ડીસા નજીક આવેલા મહાદેવિયા ગામના સોનેશ્વર મહાદેવ ખાતે પુજા કરતાં પૂજારીએ બનાસકાંઠા અપડેટ સાથેની વાતચીતમાં આ પૌરાણિક મદિરના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યુ હતું કે આ પૌરાણિક મંદિરમાં ભક્તો શિવજીના દર્શન કરવા આવે છે અને અહી શિવાલયમાં મીઠું, રીંગણ ચઢાવવામાં આવે છે.. અહી શ્રાવણ માસ દરમ્યાન શિવાલયમાં આવેલા શિવલિંગ પર દૂધનો અભિષેક કરવામાં આવે છે.

આ મહાદેવના મંદિરે દર વર્ષે યોજાતા શિવરાત્રીનાં મેળામાં પણ બનાસકાંઠા જિલ્લામાંથી દૂર દૂરથી લોકો પોતાની બાધા આખડી પૂર્ણ કરવા માટે આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના કારણે મેળો બંધ રાખવામાં આવે છે…

 

 

– કોરોના મહામારીમાં મહાદેવિયા ગામે યોજાતા મેળા પર પ્રતિબંધ…

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે અનેક પ્રાચીન મેળાઓ યોજાય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રાચીન મેળા ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે ખાસ કરીને દરેક મંદિરો પર યોજાતા મેળાઓમાં લોકોની સંખ્યા વધારે હોય છે જેના કારણે સંક્રમણ થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે સરકારે લોકોનું સંક્રમણ વધે નહીં અને કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય તે માટે આ વર્ષે તમામ મેળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

અત્યારે બનાસ નદીના પટ પર હજારો વર્ષ પુરાણા સોનેશ્વર મહાદેવના મંદિરે પણ દર વર્ષે શિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે દર વર્ષે યોજાતા મેળા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે માત્ર શિવજીના ભક્તો દર્શન કરી શકે તે માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે…

 

 

 

– બનાસનદીના પટ પર વસેલા મહાદેવના મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે..

બનાસ નદીના તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના મંદિરના રમણીય વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે અને અહી દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.

કોઈ ગામનું નામ શિવજી પરથી પાડવામાં આવ્યું હોય તેવું આ બનાસકાંઠા જીલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવીયા પડ્યું છે.. સદીયો વીતી ગઈ છતાં આજેય પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે…

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!