ડીસામાં નગરપાલિકાથી કંટાળી સ્થાનિક લોકો અને આપના સદસ્ય દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું

- Advertisement -
Share

ડીસા વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલ કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ પાતેશ્વર મહાદેવ મંદિરની આગળ ઘણા સમયથી કચરાના ઢગલા હોવાથી સ્થાનિક લોકો ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને આખરે રોષે ભરાયેલા સ્થાનિક લોકો દ્વારા જાતે સફાઈ કરી સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.

ગુજરાતમાં ડીસા નગરપાલિકા સ્વચ્છતાને લઈને ત્રીજા ક્રમાંક પર છે પરંતુ ડીસામાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસાના વોર્ડ નંબર ચારમાં આવેલ પાતેશ્વર મહાદેવના મંદિરની સામે ઘણા સમયથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા અને આ કચરાના ઢગલાને દૂર કરવા માટે અનેકવાર સ્થાનિક લોકોએ તેમજ વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના સદસ્ય વિજયભાઈ દવે દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

પરંતુ આજદિન સુધી નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ન ધરાતા આજે આખરે રોષે ભરાયેલા સ્થાનિકો સાથે મહિલાઓ તેમજ વોર્ડ નંબર ચારના આપના સદસ્ય જાતે જ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

આજે પવિત્ર ચૈત્ર માસના પ્રથમ દિવસે રાકેશ વર મહાદેવના મંદિરે આવતા દર્શનાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અને નગરપાલિકા દ્વારા જાહેરમાં પડી રહેલા કચરાના ઢગો દૂર ન કરાતા આજે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને સ્થાનિક લોકો સાથે જાતે મહિલાઓ પણ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને ડીસા નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!