ડીસામાં ગુરૂ પુષ્ય નક્ષત્રમાં લોકોએ સોના-ચાંદીના દાગીનાના ખરીદી કરી : વેપારીઓને ચાલુ વર્ષે માત્ર રૂ. દોઢ થી બે કરોડનો વેપાર થતાં મોટો ફટકો થયો

Share

 

બનાસકાંઠા જીલ્લામાં પણ આ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે જીલ્લાની અંદર સોના-ચાંદી વેપારીઓને પણ 75 ટકા જેટલો ફટકો પડયો છે.

 

[google_ad]

 

સોના-ચાંદીની ખરીદી માટે ગુરૂ પુષ્ય નક્ષત્રથી સૌથી શુભ મૂર્હુત ગણાય છે અને આ સમયે મોટાભાગના લોકો સોના-ચાંદીની ખરીદી કરતાં વેપારીઓને પણ ફાયદો થતો હોય છે.

 

[google_ad]

 

જો કે, આ વખતે બનાસકાંઠા જીલ્લામાં સોના-ચાંદીના વેપારીઓને મોટો ફટકો પડયો છે.કારણ કે, છેલ્લા બે વર્ષથી સતત કોરોના મહામારી, મોંઘવારી અને બીમારીના કારણે લોકોએ સોના-ચાંદીના દાગીના ખરીદવાનું મહંદઅંશે ટાળ્યું છે.

 

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લાની વાત કરીએ તો દર વર્ષે ગુરૂ પુષ્ય નક્ષત્રમાં રૂ. 5 થી 6 કરોડ જેટલો વેપાર થતો હતો પરંતુ આ વર્ષે માત્ર રૂ. દોઢ થી બે કરોડ જેટલો વેપાર થયો છે એટલે 75 ટકા જેટલો ફટકો સોના-ચાંદીના વેપારીઓને પડયો છે.

 

[google_ad]

 

જયારે ગુરૂવારે બનાસકાંઠા જીલ્લામાં અને ખાસ કરીને સોના-ચાંદી માટે સૌથી વધુ ખરીદી કરતાં ડીસા શહેરમાં પણ પુષ્ય નક્ષત્રને લઇ લોકો સોના-ચાંદીની ખરીદી કરતાં જોવા મળ્યા હતા.

 

[google_ad]

 

ખાસ કરીને મહીલાઓ સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરે છે. જેથી ડીસામાં આવેલ સોના-ચાંદીની મોટાભાગની દુકાનો પર લોકો સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી કરતાં નજરે પડયા હતા.

 

[google_ad]

 

જ્યારે મોંઘવારી અને બજારમાં મંદીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પુષ્ય નક્ષત્રના દિવસે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

 

[google_ad]

[google_ad]

 

 

 

 

From-Banaskantha update

 

 


Share