ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની મેચ પહેલા મોટા સમાચાર : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 4 બોલરોને પાછા બોલાવ્યા

Share

હવે ટીમને તેની બીજી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે, જેના માટે વિરાટ કોહલી એન્ડ કંપની તૈયારી કરી રહી છે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લેતા ટીમના 4 બોલરોને પાછા બોલાવ્યા છે.

[google_ad]

ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નથી અને પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની ઝડપી બોલરોની સામે ભારતના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ત્યારબાદ ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

[google_ad]

advt

હવે ટીમને તેની બીજી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે, જેના માટે વિરાટ કોહલી એન્ડ કંપની તૈયારી કરી રહી છે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લેતા ટીમના 4 બોલરોને પાછા બોલાવ્યા છે. આ બોલર્સ યુ.એ.ઈ.માં જ ટીમ ઈન્ડિયા સાથે હતા અને નેટ બોલર તરીકે તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા.

[google_ad]

 

 

ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટે દુબઈમાં ટીમના બાયો-બબલમાં હાજર 4 ફાસ્ટ બોલરો – હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને લુકમાન મેરીવાલાને મુક્ત કર્યા છે અને બોર્ડના આદેશ મુજબ તે બધા હવે દેશમાં પાછા ફર્યા છે. આ ચારેય ખેલાડીઓ હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં પોતપોતાની રાજ્યની ટીમો માટે રમવા માટે ઉપલબ્ધ રહેશે.

[google_ad]

 

 

વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમની સાથે પસંદગીકારોએ નેટ બોલર તરીકે અન્ય 8 ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો હતો. આ તમામ ખેલાડીઓ આઈ.પી.એલ. 2021નો ભાગ હતા અને શરૂઆતથી યુ.એ.ઇ.માં હાજર હતા. ટૂર્નામેન્ટ પૂરી થઈ ત્યારથી તે વર્લ્ડ કપના બાયો બબલમાં ટીમ ઈન્ડિયા સાથે હતો અને તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા.

[google_ad]

 

આમાંથી 4 બોલર પાકિસ્તાન સામેની મેચ પહેલાં જ દેશ પરત ફર્યા હતા. ત્યારે ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, વર્લ્ડકપમાં ભારતીય ટીમની આગામી મેચો વચ્ચેનો સમય ઘણો ઓછો છે અને આવી સ્થિતિમાં નેટ બોલરોની જરૂર નહીં રહે, જેના કારણે તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.

[google_ad]

 

 

ટીમ ઈન્ડિયા પાસે પહેલાથી જ મુખ્ય ટીમ અને રિઝર્વ સહિત સ્પિન અને પેસ વિભાગમાં પૂરતા બોલરો છે. તેના આધારે હવે બાકીના ચાર બોલરોને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યોની ટીમ માટે પોતાની તાકાત બતાવશે. ભારતની મુખ્ય ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

 

From – Banaskantha Update


Share