ડીસાની જી.જી. વિદ્યા સંકુલમાં આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રીલ યોજાઇ

Share

 

ડીસાના કાંટ-અજાપુરા રોડ પર આવેલ જી.જી. વિદ્યા સંકુલમાં આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રીલ યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જીલ્લાના 800 થી પણ વધુ વિદ્યાર્થીઓને પોલીસ જવાનો દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

 

[google_ad]

 

ડીસાના કાંટ-અજાપુરા રોડ પર આવેલ જી.જી. વિદ્યા સંકુલમાં આપત્તિના સમયે બચાવ માટેના ઉપાયોની મોકડ્રીલ યોજાઇ હતી. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથો સાથ આપત્તિના સમયે પોતાનો બચાવ કઇ રીતે કરવો તેની જાણકારી મળી રહે તે માટે ખાસ આ તાલીમનું આયોજન કરાયું હતું.

 

[google_ad]

 

જેમાં તા. 21 ઓક્ટોબરથી તા. 31 ઓક્ટોબર દરમિયાન પોલીસ સંભારણા દિવસની ઉજવણીના ભાગરૂપે ચામુંડા એકેડેમી અને જી.જી. વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે એસ.ડી.આર.એફ. ગૃપ મડાણા જૂથ-3 દ્વારા આપત્તિના સમયે કઇ બચાવ કામગીરી કરવાથી જાનહાની ટાળી શકાય તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને અપાઇ હતી.

 

[google_ad]

 

આ કાર્યક્રમ એસ.આર.પી.કેમ્પ મડાણા જૂથ-3 ના વડા ડી.વાય.એસ.પી. બી.એમ. ચૌધરીની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. આ પ્રસંગે પી.આઇ. બારીયા, પી.એસ.આઇ. વસાવા, સંસ્થાના સંચાલકો, એમ.પી. દાદા, નવિનભાઇ માળી, ચામુંડા એકેડેમી ડીસાના સંચાલક ભરતભાઇ ભાટી-ડીસા, ગૌ એમ્બ્યુલન્સ સેવાના સંચાલક ગણપતભાઇ ભાટી ઉપસ્થિત રહ્યા હતા.

 

[google_ad]

 

800 થી 900 વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં હથિયારોની પ્રદર્શન ધાબા પરથી બેભાન દર્દીઓને નીચે લાવવા પૂર્વ કે નદીના સામે પાર રસ્તો કઇ રીતે લઇ જાય તેની મોકડ્રીલ બતાવવામાં આવી માઇક સંચાલન એ.એસ.આઇ. ઝુલ્ફીકારે કર્યો હતો. આજે મોટાભાગના યુવક-યુવતીઓ દેશની રક્ષા કરવા માટે પોલીસ અને આર્મીની ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે.

 

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાં પણ હાલ વિવિધ એકેડેમી દ્વારા આવા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અત્યારે 900 થી પણ વધુ વિદ્યાર્થીઓ દેશની રક્ષા કાજે તૈયાર થઇ રહ્યા છે. ત્યારે ગુરૂવારે ડીસા તાલુકાના અજાપુરા ગામમાં આવેલ કાંટ રોડ પર જી.જી. વિદ્યા સંકુલમાં પોલીસ જવાનો દ્વારા આપત્તિ સમયે પોતાનો બચાવ કેવી રીતે કરવો તે માટેનો તાલીમ કેમ્પ યોજાયો હતો.

[google_ad]

 

 

 

 

જેમાં જીલ્લામાંથી આવેલા વિદ્યાર્થીઓને આપત્તિના સમયે હથિયારનો કઇ રીતે ઉપયોગ કરવો તેની સમજણ અપાઇ હતી. તે ઉપરાંત વિવિધ કરતબો બતાવી પોલીસ જવાનોએ વિદ્યાર્થીઓને માહીતગાર કરાયા હતા.

[google_ad]

 

 

 

 

 

વિદ્યાર્થીઓ પણ ગુરૂવારે આ તાલીમ કેમ્પમાં આવી પોલીસ જવાનો પાસેથી હથિયારોની માહીતી મેળવી હતી અને અમારા સમયમાં પોલીસ અને આર્મીની ભરતીમાં જ તેઓ તૈયારીઓ કરી રહ્યા છે. જેમાં પણ ગુરૂવારની તાલીમ ઉપયોગી થશે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share