ડીસામાં ફોન-પે અને ગુગલ-પે જેવા UPI દ્વારા છેતરપિંડી આચરનાર 6 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા

- Advertisement -
Share

ડીસામાં ઉત્તર પોલીસે મોબાઇલ દ્વારા ફોન-પે, ગુગલ-પેના અધિકારી તરીકે ઓળખ આપી ગ્રાહકોના મોબાઇલ ઉપર કેશ બેકની લોભામણી આપી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનાર 6 શખ્સોને ઝારખંડથી ટ્રાન્સફર વોરંટના આધારે ઝડપી પાડી કબજો મેળવ્યો છે. જ્યારે 6 જેટલાં શખ્સોએ અલગ-અલગ શહેરોમાં ગુનાઓ આચર્યાં હોવાનું કબૂલ્યું છે. આ અંગે ડીસા ઉત્તર પોલીસે 6 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ઉત્તર પોલીસ મોબાઇલ દ્વારા ફોન-પે અને ગુગલ-પેના અધિકારી તરીકે ઓળખ આપી ગ્રાહકોના મોબાઇલ ઉપર કેશ બેકની લોભામણી લાલચ આપી ગ્રાહકોને લિંક ઉપર ક્લીક કરવાનું કહી મોટી રકમની છેતરપિંડી આચરનાર 6 જેટલાં શખ્સોને ઝારખંડથી ટ્રાન્સફર વોરંટના આધારે ડીસા ઉત્તર પોલીસે કબજો મેળવી ઝડપી પાડયા છે.

આ શખ્સો સામે ગુજરાત, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, તામિલનાડુ, હરિયાણા, ઝારખંડ, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આસામ, ઉત્તરાખંડ, વેસ્ટ બંગાળ, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં છેતરપિંડી આચરી ગુનાઓ આચર્યાં હોવાની કબૂલાત કરી છે. આ અંગે ડીસા ઉત્તર પી.આઇ. જે.વાય.ચૌહાણ અને સ્ટાફના માણસોએ ઝારખંડ ખાતે જઇ ડીસા ઉત્તર પોલીસ મથકે લવાયા હતા. આ અંગે ડીસા ઉત્તર પોલીસે 6 શખ્સોની વધુ તપાસ હાથ ધરી છે.

 

6 શખ્સોના નામ:-

(1) સંતોષ મહરા માથુર મહરા (રહે.તંગીડીહ, જીલ્લો-દેવધર-ઝારખંડ)
(2) અરૂણકુમારદાસ ઉપેન્દ્રદાસ જાતે દાસ
(3) મુકેશકુમારદાસ સુરેશદાસ જાતે દાસ
(4) મુન્નાદાસ કારૂદાસ જાતે દાસ
(5) રમેશકુમારદાસ સુરેશદાસ મહરા
(6) ચંદનકુમારદાસ દિનેશ્વર મહરા
(તમામ રહે. રંગામટીયા, જીલ્લો-દેવધર-ઝારખંડ)

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!