પાલનપુરમાં ગેરકાયદે રાધણગેસ રીફીલીંગ કૌભાંડમાં તપાસ શરૂ : જિલ્લાની 56 ખાનગી ગેસ એજન્સીઓની થશે તપાસ

- Advertisement -
Share

પાલનપુરમાં આવેલ જુના ગંજ બજારમાંથી ખાનગી ગોડાઉનમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કાળા બજારનું ગોડાઉન પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડી ઝડપી પાડ્યુ હતું. જેમાં 16 નાયબ મામલતદાએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જિલ્લાની 56 ખાનગી ગેસ એજન્સીઓની તપાસ હાથ ધરાશે.

 

બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સમયથી જિલ્લા મથક પાલનપુર ખાતે જુના ગંજ બજારમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો એક ખાનગી ગોડાઉનમાં ઘરેલુ બાટલાઓનો કોમર્શિયલમાં ભરી બમણાં ભાવ પડાવી કરી રહ્યા હતા કાળાબજારી જે બાદ પુરવઠા વિભાગની ટીમે જુના ગંજ બજારમાં આવેલ ખાનગી ગોડાઉનમાં દરોડા પાડી ગોડાઉનમાંથી 152 ગેસની બોટલ સહિત રૂ.3.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ગોડાઉન તોલારામ તિર્થદાસ કુંદનાણીનું હોવાનું સામે આવ્યું હતું.
જે બાદ પુરવઠા વિભાગની ટીમે મુદ્દામાલ જપ્ત કરી તોલારામ સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કૌભાંડનું પગેરું શોધવા માટે 16 જેટલા નાયબ મતદાર મેદાને ઉતર્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કરાવે છે. જિલ્લામાં પુરવઠા વિભાગની ઢીલી નીતિને કારણે અગાઉ પણ અનેકવાર કોભાંડ ઝડપાયા છે.
એક વર્ષ અગાઉ પાલનપુર ગોડાઉન મેનેજરે ઘઉં ચોખાનો જથ્થો બારોબાર વેચી મારી અને ક્યાં વેચો તે પણ હજુ સુધી તપાસમાં બહાર આવ્યું નથી જેથી આ રાધણગેસ રીફલિંગ કૌભાંડનો પગેરું શોધવા માટે 16 નાયબ મામલતદારએ તપાસ શરૂ કરી છે. જિલ્લાની 56 ખાનગી ગેસ એજન્સીઓની જીણવટ ભરી તપાસ થશે. હવે જોવાનું એ રહ્યું કે આ કૌભાંડમાં કેટલા અને કોણ કોણ સામેલ છે અને કેટલાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એ તો હવે તપાસ કર્યા બાદ જ બહાર આવશે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!