ભાભરમાં અસામાજીક તત્વોએ પોલીસ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લામાં આવેલ ભાભરમાં એક પોલીસ કર્મચારીને અસામાજીક તત્વોએ રવિવારે સ્વીફ્ટ કાર માથે નાખી પાઇપ પડે પોલીસ કર્મચારી પર હુમલો કરતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે થરા પોલીસ મથકે અસામાજીક તત્વો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં પોલીસ પણ સુરક્ષિત નથી તેવી બનાસકાંઠા જીલ્લામાં એક ઘટના સામે આવી છે. બનાસકાંઠા જીલ્લામાં આવેલ ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઇ ઠાકોર રવિવારે ભાભર જઇ રહ્યા હતા.

 

 

તે દરમિયાન અસામાજીક તત્વોએ સ્વીફ્ટ કાર વડે તેને કચડી નાખવા માટેનો પ્રયાસ કર્યો હતો. જે બાદ અસામાજીક તત્વોએ પોલીસ કર્મચારી સંજયભાઇ ઠાકોર ઉપર પાઇપ વડે હુમલો કર્યો હતો તેવા પોલીસ કર્મચારીના ભાઇએ આક્ષેપ કર્યો હતો.

 

 

જ્યારે પોલીસ કર્મચારીને ભાભર હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે પોલીસ કર્મચારી પર હુમલો કરનાર શખ્સો અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાના પોલીસ કર્મચારીના ભાઇએ આક્ષેપ કર્યાં છે.

 

આ અંગે ભાભર પોલીસ મથકે ફરજ બજાવતા સંજયભાઇ ઠાકોરના ભાઇએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અસામાજીક તત્વો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!