ડીસામાં વરઘોડા પર અચાનક પથ્થરમારો થતા તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું

- Advertisement -
Share

ડીસા-પાટણ હાઈ-વે પર આવેલ ભાટસણ ગામે આજે દલિત સમાજ દ્વારા નીકાળવામાં આવેલ વરઘોડા પર પથ્થરમારો કરતા તગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું હતું.
ડીસા-હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને ઠેરઠેર લગ્નના કારણે દરેક સમાજના લોકો વરઘોડો નીકાળી રહ્યા છે. પરંતુ ક્યારેક ક્યારેક લગ્ન પ્રસંગે બનતી ઘટનાઓને લઈ વિવાદ સર્જતો હોય છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લગ્ન પ્રસંગે નીકાળવામાં આવતા વરઘોડામાં અનેકવાર વિવાદો સર્જાયા છે.
અનેકવાર વિવાદ સર્જાતા પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે ખાસ કરીને ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં દલિત સમાજના વરઘોડા પર થતા વારંવાર પથ્થરમારા હાલમાં સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પાટણ હાઈ-વે પર આવેલ ભાટસણ ગામે આજે દલિત યુવકના વરઘોડા પર ઠાકોર સમાજના લોકોએના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
અગાઉ ઠાકોર સમાજના કેટલાક લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી. જેથી વિજય રામજીભાઈ પરમારે પોલીસ પ્રોટેક્શન સાથે વરઘોડો કાઢતા પથ્થરમારો કર્યો હતો. અચાનક વરઘોડા પર પથ્થરમારો થતાં છથી સાત લોકોને ઇજા પણ હતી. બનાવને પગલે પાટણ જિલ્લા પોલીસનો વધુ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો નીકળવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!