થરાદમાં લગ્ન પ્રસંગના મંડપમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

તાત્કાલીક થરાદ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

 

થરાદમાં દરજી સમાજના લગ્ન પ્રસંગે શુક્રવારે જમણવાર વખતે મંડપમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. તાત્કાલીક સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યાં હતા.
જયારે સ્થાનિક લોકોએ તાત્કાલીક થરાદ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં મંડપમાં એક પછી એક આગ લાગવાના બનાવો સામે આવ્યા છે. તાજેતરમાં જ થરાદ અને ડીસાના માલગઢમાં લગ્ન પ્રસંગના મંડપમાં આગ ભભૂકી ઉઠી હતી.
ત્યારે ગુરૂવારે વધુ એક થરાદમાં લગ્નના મંડપમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં દરજી સમાજના લગ્ન પ્રસંગે જમણવાર ચાલી રહ્યો હતો.
તે દરમિયાન મંડપમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં અફડા-તફડી મચી ગઇ હતી અને તાત્કાલીક સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.
જે બાદ સ્થાનિક લોકોએ તાત્કાલીક થરાદ ફાયર-ફાઇટર વિભાગને જાણ કરતાં ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ લાગવાથી મંડપ બળીને ખાખ થઇ જતાં મંડપના માલિકને નુકશાન થયું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!