ડીસાની બેઠક પર બનાસ બેંકના વર્તમાન વાઇસ ચેરમેનની જીતથી સમર્થકોએ વધાવ્યા

Share

 

બનાસ બેંકના વર્તમાન વાઇસ ચેરમેન જીગર દેસાઇએ ડીસા બેઠક પરથી 117 મેળવી જીલ્લામાં સૌથી વધુ મતની લીડથી વિજય પ્રાપ્ત કરી રેકોર્ડ નોંધાવ્યો છે.

[google_ad]

 

 

બનાસકાંઠા જીલ્લાની અગ્રણી સહકારી સંસ્થા એટલે કે, બનાસકાંઠા જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.-પાલનપુરના સંચાલક મંડળની યોજાયેલ ચૂટણીની મત ગણતરી સોમવારે પાલનપુરમાં યોજાઇ હતી. ડીસા બેઠક પર 128 મતદાર પૈકી 126 મતદારોએ મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.

[google_ad]

 

 

જેમાં ડીસા બેઠક પર બનાસ બેંકના વર્તમાન વાઇસ ચેરમેન જીગરભાઇ ભગવાનભાઇ દેસાઇ (વરનોડા) ને 117 મત મળ્યા હતા. જ્યારે બિનહરીફ ઉમેદવાર રામજીભાઇ દેસાઇને આઠ મત અને એક મત રદ થવા પામ્યું હતું.

[google_ad]

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘બનાસ બેંકની ડીસા બેઠક પરના ભાજપના ઉમેદવાર જીગરભાઇ દેસાઇને રેકોર્ડ બ્રેક 117 મત મળતાં જીલ્લામાં સૌથી વધુ મતથી જીત મેળવવાનો રેકોર્ડ નોંધાયો હતો.

[google_ad]

 

 

 

 

 

બનાસ બેંકની ચૂંટણીમાં લાખણી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા નારણભાઇ નાગજીભાઇ દેસાઇ અને સામા પક્ષે ભાજપના જ બળવાખોર ઉમેદવાર અને લાખણી એ.પી.એમ.સી.ના વાઇસ ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તેજાભાઇ ભુરીયા વચ્ચે જંગ જામ્યો હતો.

[google_ad]

 

 

 

 

 

ભાજપ દ્વારા તેજાભાઇ ભુરીયાને સસ્પેન્ડ કરાયા હતા. લાખણી વિભાગમાં 70 મતદારોએ મતદાન કર્યું હતું. સોમવારે યોજાયેલી મત ગણતરીમાં નારણભાઇ દેસાઇને 41 મત મળ્યા હતા. આથી ચૂંટણી અધિકારી એસ.ડી.ગિલવાએ નારણભાઇ દેસાઇને વિજેતા જાહેર કર્યાં હતા.

[google_ad]

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share