ધાનેરામાં એરંડાની 30 બોરીની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપ્યા

- Advertisement -
Share

પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે બંને શખ્સોને ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

ધાનેરા ગંજ બજારમાંથી એરંડાની 30 બોરીની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. ધાનેરા ગંજ બજારમાં સુરેશ ટ્રેડીંગ કંપનીના ફડમાં એરંડાની 40 બોરી પડી હતી.
તા. 26 ડિસેમ્બરની સાંજે દુકાનદાર પ્રકાશભાઇ પટેલ ઘરે ગયા હતા અને સવારે 8:00 વાગ્યે આવ્યા હતા. ત્યારે દુકાન આગળના ફડમાં એરંડા વિખરાયેલા પડયા હતા અને એરંડાની 40 બોરીઓમાંથી બોરીઓ ઓછી જોવા મળતાં બોરીઓ ગણતાં 30 બોરી જોવા મળી ન હતી.
જેથી પ્રકાશભાઇ પટેલે 30 બોરી એરંડા રૂ. 1,71,000 ની ચોરી થયાની ફરિયાદ નોંધાવતાં પી.આઇ. એ.ટી.પટેલે તપાસ હાથ ધરી હતી. માર્કેટયાર્ડમાં સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરતાં પોલીસને લીંક મળતાં તપાસ શરૂ કરી હતી.

 

ચોરી કરનાર અર્જુન નાગજીભાઇ કસનાભાઇ રબારી (રહે. જડીયાલી, તા. લાખણી) અને અનેક ઇસાકભાઇ મુસ્લા (રહે. નાંદલા, તા. લાખણી) ને ઝડપી પાડયા હતા. એરંડા થરાદ ગંજ બજારમાં વેચાણ માટે મોકલેલ હોવાથી પોલીસે ત્યાંથી 30 બોરી જપ્ત લઇ છોટાહાથી ગાડી પણ જપ્ત કરી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!