તાજેતરમાં યુવરાજસિંહ જાડેજાને પોલીસ દ્વારા અટકાયત કરી યુવરાજસિંહ જાડેજા પર આઇ.પી.સી.-307 અને 332 નીલ ધારા લગાડી યુવરાજસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ધકેલ્યા છે.
સીટી યુવરાજસિંહ જાડેજાને પોલીસ દ્વારા કરાયેલી અટકાયતને લઇ સમગ્ર ગુજરાતમાં પોલીસ સામે આક્રોશ ફેલાયો છે અને તાત્કાલીક ધોરણે યુવરાજસિંહ જાડેજાને રીલીઝ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
ત્યારે ડીસામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા મંગળવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહ જાડેજા પર લગાવેલા ધારા પરત ખેંચવા અને તેમને તાત્કાલીક ધોરણે રીલીઝ કરવા માંગ કરાઇ છે.
યુવરાજસિંહ છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષામાં થતી ગેરરીતિ અને ખુલ્લી પાડવામાં આવતી હતી. લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ડૂબતું બચાવ્યું હતું.
જે બાદ યુવરાજસિંહ જાડેજા પોતાની ગાડી લઇને જઇ રહ્યા હતા. તે દરમિયાન પોલીસ દ્વારા યુવરાજસિંહને રોકવા પ્રયત્ન કરતાં અને પોલીસ કર્મી ગાડીના બોનેટ પર ચડી ગયો હતો.
જે બાદ પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજાની અટકાયત કરી હતી અને પોલીસે આઇ.પી.સી.-307 અને 332 ની ધારાઓ લગાડી યુવરાજસિંહ જાડેજાને સાબરમતી જેલમાં ધકેલ્યા હતા.
યુવરાજસિંહની અટકાયત કરતાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને યુવાનોમાં ભારે રોષ ભભૂક્યો છે અને તાત્કાલીક ધોરણે પોલીસ દ્વારા લગાવેલ ધારા અને યુવરાજસિંહ જાડેજાને છોડવામાં આવે તેવી માંગ સાથે છોડવામાં આવે તેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
જ્યારે ડીસામાં મંગળવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા પર લગાવેલ આઇ.પી.સી.-307 અને 332 ની ધારા પરત ખેંચવામાં આવે અને તેમને
તાત્કાલીક ધોરણે રીલીઝ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને જો યુવરાજસિંહ જાડેજાને તાત્કાલીક ધોરણે છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.
From-Banaskantha update