પાલનપુર મુકામે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાશે

- Advertisement -
Share

આગામી પ્રજાસત્તાક પર્વ તા 26મી જાન્યુ્આરી-2021ની જિલ્લાકક્ષાની ઉજવણી પાલનપુર મુકામે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શાનદાર રીતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે કોવિડ-19ની ગાઇડલાઇન સાથે ગરિમાપૂર્ણ રીતે આ રાષ્ટ્રીય મહાપર્વની ઉજવણી કરવામાં આવશે.

 

 

આ મહાન રાષ્ટ્રિય પર્વની ઉજવણી સંદર્ભે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી બેઠકમાં કલેકટરએ અધિકારીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને રાષ્ટ્રનપ્રેમભર્યા માહોલમાં સરસ રીતે થાય તે માટે ઝીંણવટભર્યુ આયોજન કરીએ. આ રાષ્ટ્રીય મહાપર્વમાં દરેક અધિકારીઓ અને કર્મચારીઓ ફરજીયાત ઉપસ્થિત રહે તે માટે કલેકટરએ સુચના આપી હતી.

 

 

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સવારે 9.00 કલાકે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, હર્ષ ધ્વની, વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, રમતવીરો અને વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્ર ગાન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

 

 

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, નિવાસી અધિક કલેકટર એ.ટી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી એસ. ડી. ગિલવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સી, નાયબ પોલીસ અધિક્ષક આર. કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.ચાવડા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિીત રહ્યાં હતાં.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!