ડીસા રૂરલ પોલીસ સ્ટેસનના 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા પેરોલ ફરલો સ્કોડએ પકડી પાડ્યો

- Advertisement -
Share

IGP જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે આપેલ સૂચના અંતર્ગત પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર બનાસકાંઠાનાઓની સૂચના આધારે ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.જી.દેસાઇ પેરોલ ફર્લો સ્કોડના માર્ગદર્શન મુજબ સ્ટાફના ASI ઐયુબખાન તથા સુમેરસિહ, પ્રવિણસિંહ તથા અ હે.કો મહેન્દ્રસિંહ તથા વિનોદભાઈ તથા શૈલેષભાઇ તથા સમીઉલ્લાખાન તથા કુલદીપસિંહ તથા નિકુલસિંહ તથા પો.કો સંજયભાઈ, રાજેશકુમાર, સંજયકુમાર, સૌકતખાન તથા રાજુભાઈ વી.પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનેરા પો.સ્ટે વિસ્તારમાં પેરોલ/ફર્લો ફરારી તથા નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા.

 

 

દરમ્યાન એ.એસ.આઈ.પ્રવિણસિ઼હ તથા હે.કો.નિકુલસિહનાઓને મળેલ બાતમી હકિકત આધારે ડીસા રૂરલ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.ન.- 344/2019 પ્રોહી ક. 65એ ઇ વી મુજબના ગુનાના કામેં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપી વશાભાઇ મફાભાઇ ઠાકોર રહે.અનાપુર તા.ધાનેરા મુળ રહે.ધાનોલ તા.રાનીવાડા તા.જાલોર (રાજસ્થાન) વાળાને આજરોજ તા.12/03/2021ના અનાપુર મુકામેથી પકડી પાડી આગળની ગુના લગત કાર્યવાહી કરવા માટે ડીસા રૂરલ પો.સ્ટે સોંપવામાં આવેલ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!