ડીસાના પ્રિતમ નગરમાં અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળુ તોડી લાખોના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થયા. રોકડા 38 હજાર અને સોનાના દાગીના મળીને 9 લાખ 32 હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો થયા ફરાર. ડીસાના પ્રિતમ નગરમાં રહેતા સરોજબેન ઠક્કર પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી રાધનપુર ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી. દક્ષિણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.
From – Banaskantha Update