ડીસા સેવન સ્ટાર ગ્રુપ દ્વારા માનવ સેવા કરી ફ્રુટ અને ભોજનની વ્યવસ્થા ઉભી કરાઈ

- Advertisement -
Share

સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકાર સાથે હવે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ કોરોનાની ચેન તોડવા માટે સુરમાં સુર પુરાવી જરૂરિયાત મંદ લોકોને ભોજન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

 

 

 

ત્યારે વાત કરીએ ડીસા શહેરમાં સેવન સ્ટાર ફાઉન્ડેશન ટ્રસ્ટની તો જ્યારથી કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ છે ત્યારથી ડીસા શહેરમાં સેવન સ્ટાર ગુપ દ્વારા શહેરમાં કોવિડ હોસ્પિટલમાં દાખલ અનેક દર્દીઓને ફ્રુટ, બિસ્કીટ નાસ્તો તથા ભોજનની સગવડ ઉભી કરવામાં આવી રહી છે.

 

 

 

 

ડીસા શહેરમાં સેવન સ્ટાર ગ્રુપના સભ્યો દ્વારા દર્દીઓ સાથે-સાથે જરુરીયાત મંદ લોકોનું પણ ધ્યાન રાખી કોઈ પણ ગરીબ માણસ ભુખ્યો ના સુવે તે હેતુથી રોજબરોજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં ફરીને ભોજન આપવામાં આવી રહ્યું છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ફ્રુટ અને બિસ્કીટ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

 

 

 

 

કોરોના વાયરસએ લોકોની કમર તોડી નાખી છે. એક તરફ મોઘવારી બીજી તરફ મીની લોકડાઉન ધંધા-રોજગાર બંધ જેના લીધે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોને બે સમયનું ભોજન લેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે ડીસા શહેરમાં રોજ કમાઇને રોજ ખાનાર લોકો માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે જેમાંથી એક સેવન સ્ટાર ગ્રુપ છે જે સેવાકાર્ય કરી રહ્યું છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!