ડીસામાં હનુમાન હોટલ નજીકથી વિદેશી દારૂ ભરેલી શિફ્ટ ગાડી ઝડપાઈ, 4,02,840 મુદામાલ કબ્જે કરાયો

Share

ડીસા તાલુકા પોલીસે ડીસા આખોલ ચાર રસ્તા પાસે આવેલા હનુમાન હોટલ નજીકથી વિદેશી ભારતીય બનાવટનો દારૂ ભરેલી સ્વીફ્ટ ગાડી સહિત કુલ રૂ.4,02,840 મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી.

 

[google_ad]

બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદ અડીને આવેલો જિલ્લો છે જેથી આવનાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટી પ્રમાણમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે ત્યારે ગઇકાલે રાત્રે ડીસા તાલુકા પોલીસ કંસારી ટોલનાકા નજીક વાહન ચેકિંગમાં હતી.

[google_ad]

તે દરમિયાન ડીસા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે ધાનેરા તરફથી એક શિફ્ટ ગાડી નંબર GJ-27-AA-3935 ભારતીય બનાવટીનો વિદેશી દારૂ ભરી ડીસા તરફ આવી રહી છે.

advt

[google_ad]

તે હકીકતને આધારે ડીસા તાલુકા પોલીસે કંસારી ટોલનાકા નજીક વોચ ગોઠવી નાકાબંધી કરેલ અને બાતમી આધારે આવેલ સ્વીફ્ટ ગાડીને આવતા સ્વિફ્ટ ગાડીના ચાલકે ગાડી રોકાવી નહીં અને ડીસા આખોલ ચાર રસ્તા તરફ ભગાવતા તાલુકા પોલીસની ટીમ પણ સ્વીફ્ટ ગાડીનો પીછો કરતા આખોલ ચાર રસ્તા નજીક ટ્રાફિક હોવાથી સિફટ ગાડીના ચાલકે પેટ્રોલ પંપની બાજુમાં આવેલા હનુમાન હોટલની પાસે આવેલ કાચા રસ્તા બાજુ સ્વીફ્ટ ગાડી ભગાવેલ હનુમાન હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં સ્વીફ્ટ ગાડી થોભાવી હતી.

 

[google_ad]

રાત્રી દરમિયાન અંધારાનો લાભ લઇ સ્વીફ્ટ ગાડીનો ચાલક તેમજ અન્ય એક ઈસમ ગાડી મૂકી નાશી ગયેલ જે બાદ ડીસા તાલુકા પોલીસ ગાડી પાસે જઈ તપાસ કરતા સ્વીફ્ટ ગાડીની ડેકીમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવતીનો વિદેશી દારૂની બોટલ ટીન કુલ નંગ -954 જેની કુલ કિંમત રૂ.1,02,840 તેમજ સ્વીફ્ટ ગાડી કિંમત.રૂ. 3,00,000 આમ કુલ રૂ 4,02,840 મુદામાલ ડીસા તાલુકા પોલીસે કબ્જે લઈ સ્વીફ્ટ ગાડી નંબર GJ-27-AA-3935નો ચાલક તેમજ અન્ય એક ઈસમ વિરુદ્ધ પ્રોહીબિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

 

From – Banaskantha Update


Share