બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગે ચૂક્યો છે અને આગામી 28 તારીખે ચૂંટણી યોજાવાની છે તેને લઈને ભાજપ ફરી સત્તા હાંસલ કરવા માટે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.
ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ફરી એક વાર સત્તા કાયમ રાખવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.
જેમાં આજે વોર્ડ નંબર 5ની પેનલનુ ભાજપ પ્રચાર કરવા માટે ડોર ટુ ડોર ભાજપના ઉમેદવારો નીકળ્યા છે ત્યારે ભાજપના ઉમેદવારો લોકોને મળીને સમજાવ્યું હતું કે અમારી પેનલને વોટ કરજો અને અમને જીતાડીને લાવજો જો અમે જીતીને આવસો તો તમારા જે વિકાસના કામો બાકી છે એ બધાજ વિકાસના કામો પુરા કરી આપીશું.
જેમાં ભાજપના ઉમેદવારો ફરી એકવાર જંગી બહુમતીથી જીત છે અને સંપૂર્ણ પેનલનો ભવ્ય વિજય થશે તેવો આશાવાદ ઉમેદવારોએ વ્યક્ત કર્યો.
From – Banaskantha Update