ટ્રક ચાલક ટ્રકનું કેબીન લઇ નીકળી ગયો
પાલનપુર એરોમા સર્કલ નજીક ડીસાથી પાલનપુર તરફ જતાં બુધવારે ટ્રેલરનું અચાનક કેબીન અલગ પડી જતાં ટ્રેલરનું ડાલુ હાઇવે પર બેસી જતાં ટ્રાફીકજામ સર્જાયો હતો.
તાત્કાલીક પાલનપુર પશ્ચિમ પોલીસ અને શહેર ટ્રાફીક પોલીસ ટ્રાફીક નિયંત્રણના કામે લાગી હતી. પરંતુ ટ્રેલર ચાલક કેબીન લઇ ભાગી જતાં પોલીસ અટવાઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના જીલ્લા મથક પાલનપુરમાં આવેલ એરોમા સર્કલ નજીક બુધવારે એક ટ્રેલર ડીસાથી પાલનપુર તરફ જઇ રહ્યું હતું.
ત્યારે એરોમા સર્કલ નજીક આવતાં સર્કલ પર લાગેલા બમ્પના કારણે ટ્રેલરનું કેબીન તેના ડાલાથી અલગ પડી ગયું હતું.
પરંતુ આ ઘટનામાં પહેલાના ચાલકને કોઇ જાણ ન હતી અને પોતાનું ટ્રેલરનું કેબીન લઇ ત્યાંથી જતાં રહેલા પરંતુ ટ્રેલરના પાછળનું ડાલુ રોડ પર બેસી જતાં ભારે ટ્રાફીકજામ સર્જાયો હતો.
જેથી હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી વાહનચાલકો ટ્રાફીકમાં ફસાયા હતા. આ ટ્રાફીકના કારણે તાત્કાલીક પાલનપુર પશ્ચિમ પોલીસ અને પાલનપુર શહેર ટ્રાફીક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અને તાત્કાલીક ધોરણે ટ્રાફીક નિયંત્રણ કર્યો હતો. ટ્રાફીક દૂર કરતાં વાહનચાલકોએ ટ્રાફીકથી હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ટ્રેલર ચાલક કેબીન લઇને ત્યાંથી ભાગી જતાં પોલીસ પણ આવા ડાલાને દૂર કરવા માટે અટવાઇ હતી.
From-Banaskantha update