ઉત્તર ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં અવનવા રાજકીય રંગ દેખાયા તો કાયદાનું ભાન ભૂલેલા ઉમેદવારો સામે ચૂંટણી પંચે ‘નાથ’ ખેંચી
ઉત્તર ગુજરાતમાં મતદાનની તારીખ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા કરાતો ચૂંટણી પ્રચાર જૂદા જૂદા રંગ પકડી રહ્યો છે.
2 દિવસ પહેલાં ખુલ્લેઆમ દારૂ વેચવાની છૂટ અપાવવાની શેખી મારતો વિડીયો વાયરલ થયા બાદ દાંતા ભાજપના ઉમેદવાર લાધુ પારઘી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જેની ચર્ચા હજુ ચાલી રહી છે ત્યાં આ જ વિસ્તારમાં યુવાનોને હારબંધ બેસાડી ભાજપના કાર્યકરો રૂપિયા વહેંચતાં હોવાનો વધુ એક વિડીયો સામે આવતાં ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે.
ત્યારે પાટણના રાધનપુર બેઠકના ઉમેદવાર લવિંગજી ઠાકોરને લોકોએ રૂપિયાનો હાર પહેરાવ્યો હતો. આ બધાની વચ્ચે પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર મોડે સુધી પ્રચાર કરવા મામલે અને આપના ઉમેદવાર સામે બદનામી કરતાં પોસ્ટર વાયરલ કરવા મામલે એફ.આઇ.આર. નોંધાતાં રાજકીય ગરમાવો આવ્યો છે.
પાટણના સમી તાલુકાના શેરપુરા ગામમાં કંઇક જૂદું જ જોવા મળ્યું હતું. રાધનપુર બેઠકના ભાજપના ઉમેદવાર લવિંગજી સોલંકી મંગળવારે આ ગામમાં પ્રચાર માટે ગયા હતા.
ત્યારે લોકોએ ઉત્સાહમાં આવી ફૂલહારના બદલે તેમને ચલણી નોટોનો હાર પહેરાવ્યો હતો. આ અગાઉ રાધનપુર અને સાંતલપુર તાલુકાના ગામોમાં પણ તેમનું આ રીતે સ્વાગત કર્યું હતું.
From-Banaskantha update