વડગામના ધારાસભ્યના આસામની કોકરાજાર જીલ્લા કોર્ટે જામીન મંજૂર કર્યાં

- Advertisement -
Share

 

વડગામના એમ.એલ.એ. જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે અટકાયત કરી છે. ત્યારે જીગ્નેશ મેવાણીનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં જીગ્નેશભાઇ મેવાણી 2 પોલીસ કર્મી વચ્ચે ગાડીમાં બેઠા બેઠા સાઉથની ફીલ્મ ‘પુષ્પા’ સ્ટાઇલમાં ‘મૈં ઝુકેગા નહીં’ જેવી એક્શન કરે છે.

 

 

થોડા દિવસ અગાઉ વડગામના એમ.એલ.એ. જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે અટકાયત કરી હતી. મેવાણીની પાલનપુર સર્કીટ હાઉસમાંથી મોડી રાત્રે 11:30 વાગ્યે અટકાયત કરાઇ હતી.

 

 

પાલનપુર સર્કીટ હાઉસમાંથી અટકાયત કર્યાં બાદ જીગ્નેશભાઇ મેવાણીને પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે રજૂ કર્યાં હતા. જે બાદ આસામ પોલીસ તેમને લઇને અમદાવાદ એરપોર્ટથી આસામ લઇ ગઇ હતી.

 

 

જીગ્નેશભાઇ મેવાણીએ ટ્‌વીટ કરવા બાબતે આસામમાં ફરિયાદના આધારે અટકાયત થઇ હતી. ત્યારે પાલનપુર સર્કીટ હાઉસમાંથી મેવાણીને લઇ જતી વખતે પોલીસની ગાડીમાં સ્ટાઇલ કરતો વિડીયો સામે આવ્યો છે.

 

જેમાં જીગ્નેશ મેવાણી 2 પોલીસ કર્મચારીઓ વચ્ચે બેઠા બેઠા સાઉથની ફીલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુન જેમ સ્ટાઇલ કરે છે તેમ જીગ્નેશ મેવાણી ‘મૈં ઝુકેગા નહીં’ જેવી એક્શન કરે છે.

 

જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે અટકાયત કર્યાં બાદ આસામના જીલ્લા મુખ્ય જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ સામે હાજર કર્યાં હતા. પોલીસે 14 દિવસના રીમાન્ડ માંગ્યા હતા. પરંતુ કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં હતા.

 

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોકરાજાર જીલ્લાની કોર્ટે જામીન આપ્યા છે. વકીલ જીગ્નેશ મેવાણીના વકીલ અંશુમન ખુરાનાને ટાંકીને જણાવે છે કે, અદાલતે જામીન આપ્યા છે.

 

અટકાયત બાદ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ‘મને એફ.આઇ.આર.ની નકલ આપી નથી. પણ એવું કહ્યું છે કે, તમે એક ટ્‌વીટ કર્યું છે એટલે તમારી સામે કેસ થયો છે. આથી તમારી અટકાયત કરવામાં આવે છે.

 

ટ્‌વીટમાં મેં શાંતિની અપિલ કરી હતી. મેં ટ્‌વીટમાં કહ્યું હતું કે, જે પ્રમાણે દેશમાં માહોલ છે. જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઇ રહ્યા છે એમાં દેશમાં શાંતિ જળવાવી જોઇએ.

 

શાંતિ જાળવી રાખવા બદલ એફ.આઇ.આર. કરવામાં આવે એ વાતની મને નવાઇ લાગે છે. આ સરકારનું વાસ્તવિક ચિત્ર બતાવે છે. મને પહેલેથી કોઈ જાણ કરાઇ નથી. પરિવારજનો સાથે પણ વાત કરવા દીધી નથી. હું લડત આપનારી વ્યક્તિ છું. આવા કેસથી હું ડરવાનો નથી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!