ધાનેરાના કોરોના વચ્ચે સરપંચોએ 15માં નાણાંપંચની ગ્રાન્ટ બાબતે સરકાર સામે બાંયો ચડાવી

- Advertisement -
Share

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકા 61 ગ્રામ પંચાયતના સરપંચોએ 15માં નાણાંપંચની ગ્રાન્ટ બાબતે સરકાર સામે બાંયો ચડાવી છે અને 11 માસથી વંચિત ગ્રામપંચાયતોને તાત્કાલિક ગ્રાન્ટ ચુકવવામાં નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત સરકારને અત્યારે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ બની રહી છે. કારણકે બે દિવસ અગાઉ આરોગ્ય વિભાગના કરાર આધારીત તબીબોએ સરકાર સામે હડતાળ કર્યા બાદ હવે બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના સરપંચોએ પણ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે.

 

 

 

સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે પરંતુ ગત વર્ષની 15માં નાણાંપંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જુલાઈ 2020 અને બીજો હપ્તો ડિસેમ્બર 2020માં જેતે પંચાયતોના ખાતામાં નાખવામાં આવ્યો હતો પરંતુ સરકાર દ્વારા નવો પરિપત્ર કરવામાં આવેલ કે 15મા નાણાપંચની ગ્રાન્ટ વિકાસના કામોનાં પી,એફ,એમ,એસ સિસ્ટમથી ઓનલાઇન સરપંચ તથા તલાટીના સિગ્નેચર કી થી જ ઉપાડી શકાશે પરંતુ આ સિગ્નેચર કી આજ સુધી કોઈ પણ પંચાયતમાં ફાળવેલ નથી જેના કારણે તમામ ગ્રામ પંચાયતના પેમેન્ટ અટકી ગયા છે.

આ કારણે વહીવટી અને તંત્રની મંજુરી લીધા બાદ ગ્રામ પંચાયતોમાં સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા હતા. પરંતુ નાણાં ઉપાડી ન શકતા હોવાના કારણે કોન્ટ્રાક્ટર કે લેબરોને મજૂરી અથવા તો વિકાસના કામો કરવા સરપંચ ગ્રાન્ટ વાપરી શકે તેમ નથી કેમ કે ઓનલાઇન સિસ્ટમથી ગ્રાન્ટ ઉપડતી નથી ત્યારે સરપંચ એસોસિએશનની માંગણી છે કે જૂની રીતે ગ્રાન્ટ ઉપડતી હતી તે રીતે આ વર્ષની ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તો જો તાત્કાલિક ગ્રાન્ટ નહીં ફળવાય તો ધારણા કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી છે.

 

Advt

 

 

ધાનેરા સરપંચ એસોસિએશનના પ્રમુખ તળસાભાઈ પટેલે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ન ઉપાડતા કામો અટકી ગયા છે ધાનેરા સરપંચ એસોસિએશનના મંત્રી સવાજી ઠાકોરે જણાવ્યું હતું જે જો તાત્કાલિક જૂની રીતે ગ્રાન્ટ નહીં ચૂકવાય તો ધરણા કરી સરકાર સામે વિરોધ દર્શાવીશું કોરોના મહામારી વચ્ચે ધાનેરા તાલુકાના સરપંચ એસોસિયેશન દ્વારા ધારાસભ્યથી મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં 11 મહિનાથી ગ્રાન્ટના નાણાં ઉપાડી શકતા નથી.

તો બીજી તરફ સરપંચોને કોવિડમાં ગ્રામપંચાયતમાં કોવિડ સેન્ટર અથવા આઇસોલેશન કેન્દ્ર બનાવવા માટે પણ નાણાં નથી જે મામલે ધાનેરાના ધારાસભ્યથી છેક મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત પણ કરી હતી, તેમ છતાં કોઈજ કાર્યવાહી ન થતા હવે સરપંચો એ આંદોલન નો માર્ગ અપનાવવો પડે તેમ છે,માટે તાત્કાલિક ગ્રામપંચાયતો માં જૂની રીતે ગ્રાન્ટ ઉપાડી શકે તેવી વ્યવસ્થા થાય તેવી સરપંચોની માંગ છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!