પાલનપુર ખાતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈઃ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવ્યો

Share

બનાસકાંઠા જીલ્લાની મુલાકાતે પધારેલા ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં મંત્રીએ બનાસકાંઠા જીલ્લાની કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

[google_ad]

ક્રાઇમ કોન્ફરન્સ બાદ મિડીયાની મુલાકાતમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાં છે. આ પાંચ વર્ષમાં પ્રજાલક્ષી, વિકાસલક્ષી તેમજ આદિવાસીઓના હિતલક્ષી અનેક યોજનાઓ અને નિર્ણયો આ સંવેદનશીલ સરકારે કર્યા છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ લાભો ગુજરાતને આપ્યાં છે. રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં ગૌવંશ હત્યા, દારૂના વેચાણ અને હેરાફેરી તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જેહાદના કાયદાનો કડકાઈથી અમલ થાય તે માટે જવાબદાર અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી છે.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લામાંથી સ્ટેટ હાઈવે પસાર થાય છે, માર્ગ અકસ્માતોમાં ઘટાડો થાય અને બાયોડીઝલના નામે ભેળસેળ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી પર્યાવરણને થતાં નુકશાનને અટકાવી શકાય. આ સરહદી જીલ્લામાં હાઈવે પર થતી ચોરીઓ અને લૂંટ બંધ થાય તે માટે પોલીસ વિભાગ ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. આપણા રાજ્યને દારૂની બંધીથી મુક્ત રાખવા, ગુજરાતની ઈચ્છાને પરિણામલક્ષી સ્વરૂપ આપવા દારૂબંધી કાયદાની કડક અમલવારી કરવા પોલીસ વિભાગ કટીબદ્ધ છે.

[google_ad]

 

આ અંગે મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન અને અમીરગઢ પોલીસ સ્ટેશનને પી.એસ.આઈ. કક્ષામાંથી અપગ્રેડ કરી પી.આઈ. કક્ષાના કરવામાં આવશે. લોકોની સુરક્ષા અને સલામતિ માટે ગુજરાત રાજ્યમાં રૂ. 329 કરોડના ખર્ચથી વિશ્વાસ-1 પ્રોજેકટ હેઠળ સી.સી.ટી.વી. નેટવર્કના માધ્યમથી ક્રાઈમને અંકુશમાં લેવા કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ગુનાઓ શોધવામાં ખુબ ઉપયોગી થાય છે તેમજ વિશ્વાસ-2 પ્રોજેકટ હેઠળ નવા 321 સી.સી.ટી.વી. ઉમેરવામાં આવ્યાં છે. બનાસકાંઠા જીલ્લામાં ફેઝ-1 અને ફેઝ-2 માં મળી ત્રણ શહેરો તથા યાત્રાધામ અંબાજીને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં વિશ્વાસ-2 પ્રોજેકટ હેઠળ ડીસા તાલુકામાં કુલ-33 સ્થળોએ કુલ-204 સી.સી.ટી.વી. કેમેરા અને થરાદ તાલુકામાં કુલ-19 સ્થળોએ કુલ-117 સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ વિભાગ બાજ નજર રાખશે. આમ વિશ્વાસ-2 પ્રોજેકટ હેઠળ જીલ્લામાં કુલ-52 સ્થળોએ કુલ-321 સી.સી.ટી.વી. કેમેરા લગાવાશે. તેમજ વિશ્વાસ-1 પ્રોજેકટ હેઠળ પાલનપુર ખાતે કુલ-18 સ્થળોએ કુલ-157 સી.સી.ટી.વી કેમરા જ્યારે અંબાજીમાં કુલ-9 સ્થળોએ કુલ-49 કેમેરાઓ આમ કુલ મળીને વિશ્વાસ-1 પ્રોજેકટ હેઠળ જીલ્લામાં કુલ-27 સ્થળોએ કુલ-206 સી.સી.ટી.વી. કેમેરાઓ ગુના શોધવા માટે પોલીસ વિભાગને ખૂબ જ સાબિત ઉપયોગી થશે. બનાસકાંઠા જીલ્લામાં કુલ-79 સ્થળોએ કુલ-527 સી.સી.ટી.વી. કેમેરાઓ લગાવી ગુનાખોરીને અટકાવી શકાશે.

[google_ad]

Advt

 

મંત્રીના હસ્તે જીવન અનમોલ કેન્દ્રનું ઇ-લોન્ચીંગ કરવામાં આવ્યું હતું તથા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટે કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

[google_ad]

 

બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક તરુણ દુગ્ગલે પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગૃહ રાજ્ય મંત્રી સમક્ષ રજૂ કરી હતી. કોન્ફરન્સમાં કલેકટર આનંદ પટેલ, જીલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીરલ ખરે, ભૂજ રેન્જ આઇ. જી. જે. આર. મોથલીયા, સહિત પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઊપસ્થિત રહ્યાં હતાં.

From – Banaskantha Update


Share