થરાદની પ્રાથમિક શાળામાં રીઝલ્ટમાં છબરડા બાબતે જીલ્લા શિક્ષણાધિકારીએ એક શિક્ષકને સસ્પેન્ડ કર્યો

- Advertisement -
Share

ધો. 8 ના પરિણામ પત્રમાં છબરડાવાળુ એક વિદ્યાર્થીનું રીઝલ્ટ સોશિયલ મીડીયામાં વાયરલ થયું હતું

 

થરાદ તાલુકાની મીયાલ પ્રાથમિક શાળામાં રીઝલ્ટના ગોટાળાના મામલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરી છે.

શિક્ષણાધિકારીની તપાસમાં શિક્ષકની બેદરકારી સામે આવતાં સસ્પેન્ડ કર્યો છે. બી.આર.સી. અને સી.આર.સી.એ સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ તપાસ સમિતિ રચી હતી.
જેમાં ધો. 8 ના વિદ્યાર્થીને વાર્ષિક મૂલ્યાંકન કરતાં માર્કશીટમાં વધુ ગુણ અપાયા હતા. જેને લઇ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ થરાદ તાલુકાની પ્રાથમિક શાળાના શિક્ષક કરશનભાઇ પટેલને સસ્પેન્ડ કર્યો છે.

 

થરાદ તાલુકાની મીયાલ પ્રાથમિક શાળામાં ધો. 8 ના પરિણામ પત્રમાં મોટા છબરડાવાળું એક વિદ્યાર્થીનું રીઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચાનો વિષય બની ગયો છે.
આ સમગ્ર બાબતે બનાસકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!