ડીસાના જૂનાડીસામાં ગ્રામ પંચાયતે વીજ બીલ ન ભરતાં સ્ટ્રીટ લાઇટ બંધથી અંધારપટ છવાયો

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના સૌથી મોટા જૂનાડીસા ગામમાં સ્ટ્રીટ લાઇટનું વીજ બીલ ન ભરતાં વીજ તંત્ર દ્વારા જોડાણ કાપી દેવામાં આવ્યું છે. જેથી નજીકમાં તહેવારોના તાકડે જ ગામમાં અંધારપટ છવાયો છે.

 

 

કોમી એકતા માટે વખણાતાં ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં ગ્રામ પંચાયત પાસે આવકના નહીવત સ્ત્રોત વચ્ચે સ્ટ્રીટ લાઇટનું વીજ બીલ ભરાયું ન હતું.

 

 

જેથી વીજ કંપનીએ નોટીસો આપ્યા બાદ આખરે તા. 30 માર્ચે વીજ કનેક્શન કાપી દીધું છે. જેથી હાઇવે સહીત ગામમાં અંધારપટ છવાયો છે.

 

 

આ અંગે ગામના તલાટી સુરેશભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ‘પંચાયત પાસે આવકના ઓછા સ્ત્રોત છે. આજે પણ ગામમાં જૂના બાબા આદમ વખતથી વીજ વેરો માત્ર રૂ. 30 લેવામાં આવે છે.

 

 

તેમ છતાં ગામ લોકો સમયસર વેરો ભરતાં નથી. એટલું જ નહીં વચ્ચે વેરો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પણ ગામ લોકોએ વિરોધ વ્યક્ત કરતાં વેરો વધારી શકાયો ન હતો.

 

 

તો પણ વહીવટદારના માર્ગદર્શન હેઠળ વીજ બીલ ભરવાના પૂરતાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેથી ટૂંક સમયમાં રૂ. 60,000 નું વીજ બીલ ભરાઇ જશે પણ ગામના હીતને નજરમાં રાખી ગામ લોકોને બાકી વેરો સત્વરે ભરી દેવાની અપિલ પણ કરી હતી.

 

નજીકમાં હીન્દુ ધર્મની ચૈત્રી નવરાત્રિ અને મુસ્લિમ બિરાદરોના રમજાન માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ગામ લોકો પણ સહયોગ આપી સ્ટ્રીટ લાઇટનું બીલ સત્વરે ભરાય તેવો જનમત પ્રવર્તે છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!